આ 55 દેશોમાં ભારતીયોને વિઝા વગર જ મળી જશે એન્ટ્રી, ખાસ ચેક કરી લેજો લિસ્ટ

આ 55 દેશોમાં ભારતીયોને વિઝા વગર જ મળી જશે એન્ટ્રી, ખાસ ચેક કરી લેજો લિસ્ટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં સિંગાપોર સતત ત્રીજા વર્ષે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ રહ્યો છે, જ્યાં તેના નાગરિકો 192 સ્થળોએ વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ માણી રહ્યા છે.

ચેક કરી લેજો લિસ્ટ
ચેક કરી લેજો લિસ્ટ

નવી દિલ્હીઃ Henley Passport Index 2026માં ભારતે પોતાની રેંકિંગમાં સુધારો કરતા 80મું સ્થાન મેળવ્યું છે. આ ગત વર્ષના 85માં રેંકિંગથી 5 તબક્કાનો વધારો છે. જો કે, ભારત દુનિયાના સૌથી તાકાતવર પાસપોર્ટવાળા દેશોથી હવે ઘણો પાછળ છે. લંડન સ્થિત વૈશ્વિક નાગરિકતા સલાહકાર કંપની હેનલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જારી લેટેસ્ટ રેંકિંગ અનુસાર, હવે ભારતીય નાગરિકોને 55 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓફ અરાઈવલની સુવિધા મળશે.

આ ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિશેષ ડેટાના આધાર પર તૈયાર કરવામાં આવે છે અને દુનિયાના 227 ડેસ્ટિનેશનને ટ્રેક કરે છે. કંપનીએ જણાવ્યું કે, ભારતની આ પ્રગતિ કૂટનૈતિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય યાત્રા પહોંચમાં ધીરે-ધીરે સુધારાને દર્શાવે છે, જો કે, મુખ્ય દેશોની સાથે અંતર હાલ ઘણું મોટું છે.

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ડ

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં સિંગાપોર સતત ત્રીજા વર્ષે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ રહ્યો છે, જ્યાં તેના નાગરિકો 192 સ્થળોએ વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. જાપાન અને દક્ષિણ કોરિયા બીજા ક્રમે છે, જ્યાં નાગરિકો 188 સ્થળોએ વિઝા-મુક્ત મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. આ આંકડાઓની તુલનામાં ભારતની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, વૈશ્વિક સ્તરે સ્પષ્ટ અંતર રહે છે.

ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે Visa-free અને visa-on-arrival Locations

Asia

Bhutan

Nepal

Thailand

Indonesia

Malaysia

Maldives

Sri Lanka (ETA)

Iran

Hong Kong (SAR)

Macao (SAR)

Africa

Kenya

Tanzania

Zimbabwe

Senegal

Mauritius

Seychelles

Mozambique

Rwanda

Center East

Qatar (visa on arrival)

Caribbean

Barbados

Jamaica

Trinidad and Tobago

Grenada

Saint Vincent and the Grenadines

Dominica

Haiti

Montserrat

Pacific Islands

Fiji

Micronesia

Vanuatu

Palau

Samoa

America

Bolivia

El Salvador

પાસપોર્ટની તાકાત રાજનૈતિક સ્થિરતા ડિપ્લોમેટિક વિશ્વસનિયતા અને આર્થિક પ્રભાવને દર્શાવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *