આસામ વિધાનસભા ચૂંટણી 2026: CM હિમંતા બિસ્વાના પત્ની સામે નકલી પાસપોર્ટના આરોપ, જાણો શું છે વિવાદ

આસામ વિધાનસભા ચૂંટણી 2026: CM હિમંતા બિસ્વાના પત્ની સામે નકલી પાસપોર્ટના આરોપ, જાણો શું છે વિવાદ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Assam Election 2026 CM Controversy: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ વચ્ચેનો જંગ હવે કાયદાકીય અને ટેકનિકલ લડાઈમાં ફેરવાઈ ગયો છે. કોંગ્રેસે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રીના પત્ની રિનિકી ભુયાન શર્મા પાસે ત્રણ દેશોના પાસપોર્ટ અને વિદેશમાં અઘોષિત મિલકતો હોવાનો દાવો કર્યો હતો, જેને મુખ્યમંત્રીએ સદંતર નકારી કાઢ્યા છે.

રિનિકી ભૂયાન શર્મા કોણ છે?

રિનિકી ભૂયાન શર્મા એ આસામ મુખ્યમંત્રી હેમંતા બિસ્મા સરમાના પત્ની છે. તેણી એક બિઝનેસ વુમન અને આસામના મોટા મીડિયા હાઉસ પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેઈનમેન્ટ્સ  પ્રા. લીના ચેરપર્સન અને મેનેજીંગ ડાયરેક્ટર (CMD) છે. 

રિનિકી શર્માનો જન્મ 31 જુલાઈ 1973ના રોજ ગુવાહાટી ખાતે થયો હતો. તેમના પિતા જાદવ ચંદ્ર ભૂયાન એક જાણીતા ઉદ્યોગપતિ હતા. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા અને બાદમાં ગુવાહાટી સરકારી લો કોલેજમાંથી કાયદાના સ્નાતક થયા હતા.

કોંગ્રેસના ગંભીર આક્ષેપો

કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ દાવો કર્યો હતો કે રિનિકી ભુયાન શર્મા પાસે UAE (દુબઈ), એન્ટિગુઆ અને બાર્બુડા, તેમજ ઇજિપ્તના પાસપોર્ટ છે. આ ઉપરાંત, અમેરિકાના વ્યોમિંગમાં એક કંપની અને દુબઈમાં કરોડોની મિલકતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેની વિગતો ચૂંટણી એફિડેવિટમાં છુપાવવામાં આવી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.

CM હિમંતા સરમાનો વળતો પ્રહાર

મુખ્યમંત્રીએ આ આરોપોનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું કે તેમની ટીમે જ્યારે આ દસ્તાવેજોનું ‘રિવર્સ ગૂગલ સર્ચ’ કર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 

  • પાકિસ્તાન કનેક્શન: કથિત UAE દસ્તાવેજનો ID નંબર વાસ્તવમાં એક ઇજિપ્તના નાગરિકનો છે. આ દસ્તાવેજની તસવીર એક “પાકિસ્તાની” ફેસબુક ગ્રુપમાં ‘ખોવાયેલા દસ્તાવેજ’ તરીકે શેર કરવામાં આવી હતી.
  • AI અને ફોટોશોપ: CMના પત્નીએ આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે આ તમામ દસ્તાવેજો AI-જનરેટેડ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ફોટોશોપ કરેલા છે.
  • ટેકનિકલ ભૂલો: દસ્તાવેજોમાં જન્મનું વર્ષ ખોટું છે અને એક પાસપોર્ટમાં જન્મસ્થળ તરીકે “Indian” લખેલું છે, જે ટેકનિકલી અશક્ય છે.

વિદેશી સરકારોનો પ્રતિસાદ

હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો કે ભારત સરકારે ત્રણેય દેશો પાસે સ્પષ્ટતા માંગી હતી. જેમાંથી UAE અને એન્ટિગુઆની સરકારોએ સંકેત આપ્યો છે કે આ દસ્તાવેજો અસલી નથી, જ્યારે ઇજિપ્તના જવાબની રાહ જોવાઈ રહી છે. વ્યોમિંગમાં કંપનીના નામે પણ છેતરપિંડી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગૌરવ ગોગોઈના સવાલો

આ વિવાદ પર આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ વળતો પ્રહાર કરતા પૂછ્યું કે, “શું CMના પત્ની પાસે દુબઈનો ગોલ્ડન વિઝા છે? શું તેમના પરિવારની વિદેશમાં કોઈ મિલકત છે? તપાસ થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

પાસપોર્ટ વિવાદ મામલે જાણવા જેવું

  • વિવાદનું કારણ: કોંગ્રેસ દ્વારા રિનિકી ભુયાન પર ત્રણ દેશોના પાસપોર્ટ રાખવાનો આરોપ.
  • CMનો દાવો: દસ્તાવેજો નકલી છે અને પાકિસ્તાની ગ્રુપમાંથી લેવામાં આવ્યા છે.
  • ટેકનોલોજીનો દુરુપયોગ: આરોપ છે કે AI અને ફોટોશોપ દ્વારા નકલી પુરાવા ઉભા કરાયા છે.
  • તપાસ: કેન્દ્ર સરકારે વિદેશી સરકારોનો સંપર્ક કર્યો છે.

કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

મુખ્યમંત્રીએ આને ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ખોટી માહિતી ફેલાવવી એ ગંભીર ગુનો છે અને આ મામલે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

આ પણ વાંચો । આસામ ચૂંટણી 2026: ગૌરવ ગોગોઈ ભાજપ-કોંગ્રેસ વિશે શું કહી રહ્યા છે? જુઓ ખાસ ઇન્ટરવ્યૂ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *