Final Up to date:
અરિજીત સિંહનાં રિટાયરમેન્ટનાં એલાન પછી આમિર ખાન સિંગરને મળવા માટે જિયાગંજ ગયા હતા. જો કે હવે જિયાગંજ ગવર્મેન્ટ કોલેજનાં પ્રિન્સિપાલે આમિર અને અરિજીત સિંહ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે એ બન્ને 4 ફેબ્રુઆરીનાં રોજ રાત્રે અનુમતિ વગર કોલેજ પરિસરમાં આવ્યા હતા.
અરિજીત સિંહનાં રિટાયરમેન્ટનાં એલાન પછી આમિર ખાન એમને મળવા માટે જિયાગંજ સ્થિત એમનાં ઘરે ગયા હતા. જો કે હવે બન્ને દિગ્ગજોનાં નામ વિવાદમાં ફસાયું છે. પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ જિલ્લા સ્થિત જિયાગંજનાં રાની ઘન્યા કુમારી ગવર્મેન્ટ કોલેજનાં પ્રિન્સિપાલે આમિર ખાન અને અરિજીત સિંહ પર રાત્રે પરમિશન વગર કોલેજમાં અંદર જવાનો આરોપ લગાવ્યો છે. આરોપને સાબિત કરવા માટે કોલેજનાં સીસીટીવી શેર કરતા કહ્યું કે બન્નેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કેમ મળી રહી છે?
કોલેજનાં પ્રિન્સિપાલ અજય અધિકારીએ પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આરોપ લગાવ્યો હતો કે 4 ફેબ્રુઆરીનાં રોજ રાત્રે લગભગ 1.05 વાગે આમિર ખાન અને અરિજીત સિંહ કેટલાક લોકોની સાથે કોલેજ પરિસરમાં ગયો હતો. આ પોસ્ટની સાથે સીસીટીવી ફૂટેજ પણ શેર કર્યાં જેમાં બન્ને ફેન્સ મોટરસાયકલની સાથે કેમ્પસમાં જતા જોવા મળી રહ્યાં છે. પ્રિન્સિપાલ અનુસાર આ દરમિયાન ઇન્ડોર ગેમ્સ હોલમાં બેડમિન્ટન રમવા ગયા અને પછી શૂટિંગ પણ કર્યું. ત્યારબાદ એ લોકો લગભગ 2.25 વાગે ત્યાંથી જતા રહ્યાં.

પ્રિન્સિપાલે ડિલીટ કરી દીધી પોસ્ટ
અજય અધિકારીએ એમની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. આ સાથે સવાલ કર્યો હતો કે શું માત્ર સેલિબ્રિટી જ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂશનમાં અનુમતિ વગર પ્રવેશ મળી શકે છે? આ સાથે પોસ્ટમાં લખ્યું હતું કે મારો સવાલ છે કે આટલી મોડી રાત્રે, કોલેજમાં સામાજિક તેમજ વ્યક્તિગત કારણોસર આવ્યા નહોતા. એ શૂટિંગનાં ઉદ્દેશ્યથી આવ્યા અને કોલેજ પરિસરની અનુમતિ વગર ઉપયોગ કર્યો. આટલું જ નહીં સ્થાનીય નાઇટ ગાર્ડને પણ પ્રભાવિત કર્યાં હતા. શું આ બધું ફેમસ છે એટલે એ કરી શકે?
આટલું જ નહીં પ્રિન્સિપાલે આ પોસ્ટ અને વીડિયો ફેસબુક પરથી ડિલીટ કરી દીધો છે. ત્યારબાદ એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિન્સિપાલને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે લોકો હવે આ મુદ્દાને નૈતિક દ્રષ્ટિકોણથી નથી જોઈ રહ્યા, પરંતુ તેમના મનપસંદ સેલિબ્રિટીઝને આંધળા હાથે ટેકો આપી રહ્યા છે. જો કે આ સીસીટીવી ફૂટેજ અને આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઇ શકી નથી. આટલું જ નહીં આ વાત પર આમિર ખાન અને અરિજીત સિંહની પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
Mumbai,Maharashtra
Feb 08, 2026 11:56 AM IST

