Final Up to date:
આ નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહીં.
New Aadhaar App: શું તમે પણ પરિવાર સાથે મુસાફરી કરતી વખતે ઓળખપત્રના ભારે ભરખમ કાર્ડ્સથી કંટાળી ગયા છો? હવે આપનું આ ટેન્શન હંમેશા માટે ખતમ થવાનું છે. કેન્દ્ર સરકાર અને UIDAI કાલે એટલે કે 28 જાન્યુઆરીના રોજ આધારનું સૌથી આધુનિક અને ફેમિલી ફ્રેન્ડલી એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે.
આ એપ ન ફક્ત આપની ઓળખને ડિજિટલ બનાવશે, પણ મુસાફરી દરમિયાન થનારી માથાકૂટને પણ ખતમ કરી દેશે.
આ નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહીં. ઘરનો એક મુખ્ય સભ્ય પોતાની જ એપમાં પરિવારના અન્ય સભ્યોની પ્રોફાઈલ જોડી શકશે. આ ફીચર એ પરિવારો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થશે, જેઓ એક સાથે આખો પરિવાર મુસાફરી કરતો હોય છે.
મોટા ભાગે એરપોર્ટ, રેલવે સ્ટેશન અથવા હોટલોમાં ચેક ઇન કરતી વખતે દરેક સભ્યોના આધાર કાર્ડ દેખાડવા અને તેને વેરિફાય કરાવવામાં સમય વેડફાય છે. આ નવી એપને એ રીતે ડિઝાઇન કરી છે કે આ એક જ પ્લેટફોર્મ પર આખા પરિવારનું વેરિફિકેશન સેકન્ડોમાં કરી દેશે. તેનાથી પેપરવર્ક ઓછું થશે અને આપની યાત્રા ખૂબ જ સ્મૂથ થઈ જશે.
આ એપ 28 જાન્યુઆરીના રોજ UIDAI દિવસના ઉપલક્ષ્યમાં લોન્ચ કરવામાં આવશે. સરકારનું મુખ્ય ફોકસ સિનિયર નાગરિકો અને એ લોકો પર છે જે વારંવાર મુસાફરી કરે છે. આ ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈ પર લઈ જવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.
ફાયદા જાણી ચોંકી જશો
- સેન્ટ્રલાઈઝ્ડ એક્સેસ- આખા પરિવારનો ડેટા એક જ જગ્યાએ સુરક્ષિત
- હાથોહાથ વેરિફિકેશન-હોટલ અને એરપોર્ટ્સ પર હવે લાંબી લાઈનોમાંથી છુટકારો
- ડિજિટલ સિક્યોરિટી-ફિઝિકલ કાર્ડ ખોવા અથવા ચોરી થવાનો ડર ખતમ
- વૃદ્ધો માટે સરળતા- હવે વરિષ્ઠ નાગરિકોને પોતાના કાર્ડ સંભાળી રાખવાની જરૂર નહીં રહે, તેમના બાળકો એપ દ્વારા વેરિફિકેશન સંભાળી શકશે.

