દ્વારકાના ખંભાળિયામાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે. ગામની શેરીઓમાં રખડતા આખલાઓ યુદ્ધે ચડતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શેરીમાં આખલાઓ ઘૂસી આવે છે અને જાણે રણમેદાન હોય તેમ બાખડી પડે છે. આખલાઓ ક્યાંક લગાડી ન દે તેની બીકથી એક માજી તો મુઠીઓ વાળીને દોટ મૂકે છે, તો બીજા બેન કારની પાછળ સંતાય જાય છે. અવારનવાર આખલા યુદ્ધના કારણે શહેરમાં અકસ્માત સર્જાઈ રહ્યાં છે, જેથી સ્થાનિકો પણ આખલાઓથી મુક્તિ મળે તે માટે માંગ કરી રહ્યાં છે.
Source link
