આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

આખલાએ સ્કૂટરમાં મોરેમોરો દઈ દીધો!

ધર્મ RELIGION
Spread the love



ખંભાળિયા: એક યુવક અને યુવતી સ્કૂટર પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે જ નંદી મહારાજ સામે મળ્યા અને આ રીતે મોરેમોરો દઈ દીધો. સ્કૂટર ચાલક રોડ પર આખલાના આતંકને જોઈને પહેલાં તો થોભી ગયો. પરંતુ તે કંઈપણ સમયે એ પહેલાં જ આખલો ત્યાં આવી ચડ્યો અને સ્કૂટર પર છલાંગ લગાવ્યા બાદ બાજુની શેરીમાં ઘુસી ગયો. શેરીમાં પાર્ક કરેલા એક બાઈકને પણ અડફેટે લીધું. આ ઘટનાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. આ ઘટના દ્વારકાના ખંભાળિયામાં બની. રાજડા રોડ પર આખલાનો આતંક CCTVમાં કેદ થયો. જોકે, સદનસીબે જાનહાની ટળી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *