Final Up to date:
રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 સિનેમાઘરોમાં 19 માર્ચનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મને લઇને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આમ, તમને જણાવી દઈએ કે ધુરંધર 2ની ટિકિટ અહીં સસ્તામાં મળી રહી છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં પોપ્યુલર એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ ફિલ્મ જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. 19 માર્ચનાં રોજ થિયેટરમાં ‘ધુરંધર 2’ રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. એડવાન્સ બુકિંગમાં ‘ધુરંધર 2’ એ બમ્પર કમાણી કરી છે. ઘણી જગ્યાઓ પર ‘ધુરંધર 2’ ફિલ્મની ટિકિટની કિંમત 4000 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. તો જાણો આદિત્ય ઘરનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની ટિકિટ ક્યાં સસ્તામાં મળી રહી છે.
‘ધુરંધર 2’ ની ટિકિટ સસ્તામાં ક્યાં મળી રહી છે?
Picture Supply: Bookmyshow
‘ધુરંધર 2’ મૂવીએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી દીધી છે. અમેરિકાની વાત કરવામાં આવે તો USA માં ફિલ્મના પ્રીમિયર માટે 557 સ્થાન પર લગભગ 38545 ટિકિટ વેચાઈ છે, જેમાં $618911 (લગભગ 5.15 કરોડ રૂપિયા)ની કમાણી થઈ છે.
શું આ ફિલ્મોનાં રેકોર્ડ તોડી શકશે?
નેશનલ ચેન્સમાં હાઈએસ્ટ એડવાન્સ બુકિંગ ટોપ 5 ફિલ્મોની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર એવેન્જર્સ એન્ડગેમ છે. આ ફિલ્મની 9 લાખ 75 ટિકિટ વેચાઈ હતી. બીજા નંબર પર બાહુબલી છે, જેની 6 લાખ 50 હજાર ટિકિટ વેચાઈ હતી. ત્રીજા નંબરની વાત કરવામાં આવે તો શાહરુખ ખાનની જવાન છે. જવાન મૂવીની 5 લાખ 57 હજાર ટિકિટ વેચાઈ હતી. ચોથા નંબર પર પઠાન છે. પઠાન મૂવીની 5 લાખ 56 હજાર ટિકિટ વેચાઈ હતી. આ સાથે પાંચમા નંબર પર સ્પાઈડર મેન: નો વે હોમ છે. આ ફિલ્મની 5 લાખ 50 હજાર ટિકિટ વેચાઈ હતી. જો કે હવે જોવાનું એ રહ્યું કે ‘ધુરંધર 2’ કઈ મૂવીનો રેકોર્ડ તોડી શકે છે.
Mumbai,Maharashtra

