અમે પાકિસ્તાનની જગ્યા નહીં લઈએ: આઈસલેન્ડે ટી20 વર્લ્ડ કપમાં રમવાની ના પાડી દીધી

અમે પાકિસ્તાનની જગ્યા નહીં લઈએ: આઈસલેન્ડે ટી20 વર્લ્ડ કપમાં રમવાની ના પાડી દીધી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આયરલેન્ડ ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં મજાક અને કટાક્ષની ભાષાનો ઉપયોગ કરતા આયરલેન્ડે ખુદને વર્લ્ડ કપથી અળગ કરવાની વાત કહી છે.

News18
News18

નવી દિલ્હી: સાત ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની હાજરીને લઈને હજુ અટકળો ચાલી રહી છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે ટૂર્નામેન્ટ રમવા પર અંતિમ નિર્ણય 30 જાન્યુઆરીના રોજ લેશે. જે બાદ આઇસલેન્ડે કહ્યું હતું કે તે પાકિસ્તાનની જગ્યાએ રમવા માટે તૈયાર છે અને ટિકિટ ખરીદવા માટે ઉત્સુક છે. પણ હવે આઇસલેન્ડે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી વર્લ્ડ કપ રમવાની ચોખ્ખી ના પાડી દીધી છે.

આયરલેન્ડ ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં મજાક અને કટાક્ષની ભાષાનો ઉપયોગ કરતા આયરલેન્ડે ખુદને વર્લ્ડ કપથી અળગ કરવાની વાત કહી છે.

“ભારે મનથી અમે આ ઘોષણા કરીએ છીએ કે આવનારા ટી20 વિશ્વ કપમાં પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં. પછી ભલે તે નામ પાછું લે કે ન લે. હવે ટૂર્નામેન્ટમાં ખૂબ જ ઓછો સમય બચ્યો છે. આટલા ઓછા સમયમાં આ ગ્લોબલ ઇવેન્ટમાં પ્રોફેશનલ રીતે ટ્રેનિંગ કરીને પહોંચવું અમારા માટે અશક્ય છે. અમે સ્કોટલેન્ડની માફક નથી કે જે કોઈ પણ કિટ સ્પોન્સરની મનમર્જીથી આવી શકે. અમારા ખેલાડી અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તે પોતાનો ધંધો છોડીને ફિનલેન્ડના ગરમ પાણીમાં રમવા માટે દુનિયાના બીજા છેડા સુધી ઉડાન નથી ભરી શકતા. અમારા કપ્તાન અને પ્રોફેશનલ બેકર છે. તેમને પોતાના ઓવનમાં દેખરેખ રાખવાની હોય છે. અમારા જહાજના કપ્તાનને પોતાનું જહાજ ચલાવવું હોય છે અને અમારા બેંકરોને દેવાળિયા થવું પડશે. શોખ ખાતર ક્રિકેટની આ જ કપરી વાસ્તવિકતા છે.

આ ખબર અમારા ચાહકો માટે ખૂબ જ નિરાશાજનક હશે. દુનિયાના સૌથી શાંતિપ્રિય દેશ હોવા છતાં અમારે ઓનલાઈન ફોલોઅર્સની એક મોટી ફોજ છે અને એક્સ પર અમે દુનિયાના 14મા સૌથી વધારે ફોલો કરનારું રાષ્ટ્રીય બોર્ડ છીએ. અમે ડચોને 1693માં વિલિયમ ઓફ ઓરેન્જની લેંડેનની લડાઈમાં હાર બાદ સૌથી મોટો ઝટકો આપવા માટે તૈયાર હતા અને અમેરિકી ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે ઉત્સુક હતા અથવા કમસે કમે અમે નારંગી રંગમાં રંગાયેલા નેતાઓને એવું જ લાગી રહ્યું હતું.

અમારી હાર કદાચ યુગાન્ડા માટે ફાયદો સાબિત થશે. અમે તેમના માટે શુભકામનાઓ આપીએ છીએ. તેમની કીટને નજરઅંદાજ કરવી મુશ્કેલ છે. સિવાય આંચકીના દર્દી અને જો તમને પણ આવું હોય તો તેનાથી દૂર રહેવું સારું. ભવિષ્ય હંમેશા બરફ જેવું જ રહે છે, જ્યાં સુધી તે ઓગળી ન જાય.”

ભવદીય

આઇસલેન્ડ ક્રિકેટ એસોસિએશન



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *