અમેરિકામાં શાકભાજીના ભાવ જાણીને સ્તબ્ધ થઈ જશો, વીડિયો જોયા પછી 2 ઘડી વિચારમાં મુકાઈ જશો

અમેરિકામાં શાકભાજીના ભાવ જાણીને સ્તબ્ધ થઈ જશો, વીડિયો જોયા પછી 2 ઘડી વિચારમાં મુકાઈ જશો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


હાલના સમયમાં એક અમેરિકી ડૉલરનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે. એટલે કે જો તમે અમેરિકામાં 100 ડૉલર લઈને જાઓ તો તમારી પાસે અંદાજે 9 હજાર રૂપિયા છે. તમને એવું લાગશે કે અમેરિકાના 100 ડૉલર પ્રમાણે ભારતના 100 રૂપિયા કરતા વધારે શાકભાજી ખરીદી શકાતી હશે. જોકે, આનું વિપરીત પરિણામ તમને ત્યાં જોવા મળશે.

અમેરિકામાં રહેતી સ્વીટી રંજન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હોય છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે 100 ડૉલરમાં કેટલી શાકભાજી તે ખરીદી શકે છે. સૌથી પહેલા તે ફુલાવર લે છે તેની કિંમત 4.5 ડૉલર એટલે કે 500 રૂપિયા છે. બાદમાં 5 ડૉલરમાં 3 રીંગણ ખરીદે છે. જેની કિંમત ભારતના રૂપિયા પ્રમાણે 450 રૂપિયા થાય છે.

બાદમાં તે 3 કારેલા, કોથમીર અને 6 ડૉલરમાં ફુદીનાના 2 પેકેટ ખરીદે છે. ખરીદી અહીંયા સમાપ્ત નથી થતી આગળ તે 1 ડૉલર અને 30 સેન્ટમાં લીલી ડુંગળી ખરીદે છે. 2 ડૉલરની પાલકની ઝૂડી ખરીદે છે. 3.5 ડૉલરના તે શક્કરિયા ખરીદે છે. 2 ડૉલરનું તે પપૈયું ખરીદે છે. આ સિવાય તે 6 ડૉલરનું લીંબુનું પેકેટ ખરીદે છે. 3 ડૉલરમાં ડુંગળી અને પિઝા બનાવવાનો સોસ ખરીદે છે. સાથે જ અન્ય પણ ઘણો બધો સામાન તે સ્ટોરમાંથી ખરીદી કરે છે.

સ્ટોરમાંથી બહાર નીકળ્યા બાદ તે જણાવે છે કે તેણે 79.07 ડૉલરની ખરીદી કરી છે. તેની પાસે 100 ડૉલર હતા જેમાંથી માત્ર 21 ડૉલર તેની પાસે બચે છે. જો તેની કિંમત ભારતના રૂપિયા પ્રમાણે કરવામાં આવે તો તે માત્ર 7 હજારની શાકભાજી ખરીદીને સ્ટોરની બહાર નીકળે છે.

આ વીડિયો એ લોકો માટે છે જે લોકો એવું સમજે છે કે અમેરિકામાં 100 ડૉલરની કિંમત એ જ છે જે ભારતમાં 100 રૂપિયાની છે. જોકે, આનો ખરો જવાબ તો બંન્ને દેશની અર્થવ્યવસ્થા અને પર્ચેસિંગ પાવર સાથે જોડાયેલો છે. સામાન્ય વ્યક્તિને એવું લાગતું હોય છે અમેરિકી ડૉલર ભારતના રૂપિયા કરતા મજબૂત છે. આ વાત સાચી તો છે પણ જ્યારે કોઈ 100 ડૉલર લઈને ખરીદી કરવા જાય ત્યારે તે ખરીદી ભારતના 100 રૂપિયા જેવી નથી હોતી.

મહત્વનું છે જે લોકોને એવું લાગતું હોય છે કે અમેરિકામાં બધું સસ્તું છે કશું પણ આરામથી ખરીદી શકાય છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. એકંદરે જોવા જઈએ તો અમેરિકામાં ભારતની તુલનાએ શાકભાજીના ભાવ ઘણા અલગ છે. ત્યાંની આવક, ખર્ચ અને જીવનશૈલી પણ ભારત કરતા ઘણા અલગ છે. જેથી સીધી રીતે કિંમતની સરખામણી કરવી સરખી નથી. અમેરિકામાં કમાણી પણ લોકોની ડૉલરમાં થતી હોય છે અને જે પ્રમાણે ત્યાં લોકોની કમાણી છે તે જ રીતે ખર્ચ પણ ત્યાં એવા જ પ્રમાણમાં થતો હોય છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવતી અમેરિકાના સ્ટોરમાં શાકભાજી ખરીદીને બહાર નીકળે છે. તેણે જે શાકભાજી ખરીદી હોય છે તેની કિંમત ડૉલરની સરખામણીએ ભારતના રૂપિયામાં કરવામાં આવે તો ઘણી મોટા પ્રમાણમાં દેખાય છે. આ વાયરલ વીડિયો જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *