અમદાવાદ: હવસખોર મોટાભાઈએ નાના ભાઈની પત્ની પર બગાડી દાનત, બીભત્સ માંગણી કરીને છેડતી કરી

અમદાવાદ: હવસખોર મોટાભાઈએ નાના ભાઈની પત્ની પર બગાડી દાનત, બીભત્સ માંગણી કરીને છેડતી કરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદના ઇસનપુરમાં શરમજનક ઘટનામાં નરાધમ મોટાભાઇએ નાનાભાઈની પત્ની સાથે બીભત્સ હરકત કરી શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી અને પરિણીતાએ આ બાબતની જાણ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ બાદ આરોપી જેઠની ધરપકડ કરવામાં આવી છે.

મોટાભાઈએ નાનાભાઈની પત્નીની લાજ લૂંટી.
મોટાભાઈએ નાનાભાઈની પત્નીની લાજ લૂંટી.

અમદાવાદ: શહેરના ઇસનપુરમાં મોટાભાઈએ નાના ભાઈની પત્ની પાસે બીભત્સ માંગણી કરીને છેડતી કરી છે. નરાધમ યુવકે નાના ભાઈની પત્ની પર નજર બગાડીને એકલતાનો લાભ લઈ વારંવાર શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો. જો કે અંતે કંટાળીને પરિણીતાએ આ બાબતની જાણ તેના પતિને કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઇસનપુર વિસ્તારમાં નરાધમે હવસની ભૂખ સંતોષવા માટે નાના ભાઈની પત્ની પર નજર બગાડી છે. ફરિયાદી યુવતીએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. સાસરીમાં તે સંયુક્ત પરિવારમાં રહે છે. જો કે તેનો જેઠ કોઈ કામ ધંધો ન કરતો હોવાથી આખો દિવસ ઘરે જ હોય છે. આ દરમિયાન તેણે એકલતાનો લાભ લઈને તેના નાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની બે વખત માંગણી કરી હતી. જો કે પ્રથમ વખત જ્યારે નરાધમે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી ત્યારે યુવતીએ સ્પષ્ટ ના કહી દીધી હતી. પરંતુ તેણે આ બાબતની જાણ કોઈને કરી ન હતી. અને તેનો જ લાભ નરાધમે બીજી વખત ઉઠાવ્યો હતો.

8મી માર્ચના રોજ રાતના સમયે યુવતી ઘરે એકલી હતી, ત્યારે જેઠ ફરી તેની પાસે આવ્યો અને પોતાની સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું. યુવતીએ ફરી તેને ઇનકાર કરતાં આ વખતે તેણે તમામ હદો વટાવી નાખી. આરોપીએ ફરિયાદી યુવતીને પકડી જબરદસ્તી શરૂ કરી, અને જે દરમિયાન યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા. જો કે આ વખતે યુવતીએ હિંમત કરી બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને તેનો પતિ પણ ઘરે આવી ગયો અને પત્નીને મોટા ભાઈ પાસેથી છોડાવી. બાદમાં યુવતીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં જેઠ સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ ભાડેથી રિક્ષા ચલાવતો હતો અને લાંબા સમયથી બેરોજગાર હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *