Final Up to date:
વિધાનસભા ગૃહમાં હાલ પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. આ પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ દ્વારા ગૃહમાં આરોગ્યલક્ષી પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ સિવિલ મેડિસિટીમાં કિડની ફાળવવાના વેઇટિંગ લિસ્ટ અંગે સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ગાંધીનગર: 15મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ચાલી રહ્યું છે. જેની શરૂઆત આજે પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આજની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આરોગ્ય તેમજ ઊર્જા વિભાગના પ્રશ્નોત્તરી દ્વારા ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. હાલ રાજ્યના વર્ષ 2026 અને 27ના બજેટ સત્ર દરમિયાનની પ્રશ્નોત્તરીમાં આરોગ્ય વિભાગના પ્રશ્નો મોખરે રહ્યા હતા. જે અંતર્ગત આજે વિપક્ષ દ્વારા ગૃહને ઘેરવા માટે વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નો દ્વારા ઘેરાવાના પ્રયાસ રૂપેના પ્રશ્નો ઉઠાવ્યા હતા.
વિપક્ષ દ્વારા વર્તમાન સમયમાં ડાયાબિટીસ અંગેના રોગના પ્રશ્નો મોખરે રહ્યા હતા. જે અંતર્ગત આજે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વર્તમાન સમયના ડાયાબિટીસ અંતર્ગતના પ્રશ્નો પૂછ્યા હતા. સાથે જ તેમણે વિધાનસભાના ગૃહમાં પૂછ્યું હતું કે, 25 જાન્યુઆરી 2026ની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસિટી હોસ્પિટલમાં કિડની ફાળવવા માટેની કેટલી સંખ્યાનું વેઇટિંગ લિસ્ટ છે.
આ મુદ્દે સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની હોસ્પિટલમાં કિડની ફાળવવા માટેની 1849 જેટલી સંખ્યાનું વેઇટિંગ લિસ્ટ હોવાની કબૂલાત કરી હતી. જ્યારે ઇમરાન ખેડાવાલાએ વેઇટિંગ લિસ્ટ જવાબ સાંભળ્યો ત્યારે પેટા પ્રશ્નો પૂછ્યો કે, છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોને કિડની આપવામાં આવી છે. જે અંગે સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની હોસ્પિટલ દ્વારા 293 જેટલા દર્દીઓને નવી કિડની ડોનેટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં ડાયાબિટીસના રોગ અંગેના પ્રશ્નો વિધાનસભાના ગૃહમાં ગુંજ્યો હતો. જેમાં સરકારે કબૂલાત પણ કરી હતી કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કિડની માટે મોટું વેઇટિંગ ચાલી રહ્યું છે. આમ કિડનીના દર્દીઓ મોખરે હોવાની વાત આજે ગૃહના માધ્યમથી જાણકારી મળી હતી. હવે દર્દીઓને ક્યારે સમયસર કિડની અંગે સારવાર મળે છે તે જોવું રહ્યું.
Gandhinagar,Gujarat
Feb 23, 2026 11:31 PM IST

