અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

અમદાવાદ શહેરના નગરદેવી ભ્રદ્રકાળીની બીજી નગરયાત્રા આવતીકાલે નીકળશે, જાણો રૂટ અને મુખ્ય આકર્ષણ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદમાં ગરૂવાર 26 ફેબ્રુઆરીના રોજ 615 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવશે. જોકે આ પહેલા આજે બુધવારના રોજ બપોરે 12.39 વાગ્યે નગરદેવી ભદ્રકાળી માતાજીની પાલખીની પૂજા કરવામાં આવી હતી અને પૂજા બાદ પાલખીને માતાજીના ચોકમાં લાવવામાં આવી હતી. 

નગરદેવી ભદ્રકાળીની નગર યાત્રાનો રૂટ

આ નગર યાત્રાની શરૂઆત માતાજીના નીજ મંદિર પછી ભદ્ર ત્રણ દરવાજા થઈને માણેક નાથ બાબા મંદિરે પહોંચશે. માણેકચોકથી રતનપોળ થઈને ખાડીયા ચાર રસ્તા, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ ડાળની પોળ ત્યાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખામસા જમાલપુર થઈને આ યાત્રા જગન્નાથ મંદિર પહોંચશે. જગન્નાથ મંદિરથી રિવરફ્રન્ટ પહોંચશે ત્યાં સાબરમતી નદીની આરતી કરવામાં આવશે.

Nagardevi Bhadrakali Nagar Yatra route
નગરદેવી ભદ્રકાળીની પ્રથમ નગર યાત્રાનો ફાઈલ ફોટો. {Photograph}: (Bhupendra Rana)

નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બધા નેતાઓ અને પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શોભા યાત્રામાં આકર્ષક ટેબલો લગાવવામાં આવશે, ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ સામેલ થશે.

Ahmedabad bhadrakali mandir History
ભ્રદ્રકાળી મંદિરનો ઈતિહાસ. {Photograph}: (Shree bhadrakalimaa Mandir)

આ નગરયાત્રા સવારે ભદ્રકાળી મંદિરથી શરૂ થશે

રથમાં માતા ભદ્રકાળીની ચલિત મૂર્તિને લગભગ 7 કિલોમીટરના રૂટ પર શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રાના રૂટમાં રાયપુર અને ખાડિયાના વિસ્તારો ઉમેરાયા છે. ત્યાં જ ત્રણ દરવાજા, માણેકચોક, ખમાસા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર થઈને સાબરમતી નદી સુધીનો છે. સાબરમતીની આરતી કર્યા પછી યાત્રા તેના મંદિરમાં પરત ફરશે. યાત્રા પૂર્ણ થયા પછી નિજ મંદિરમાં હવન અને ભંડારાનું આયોજન કરવામાં આવશે. દર વર્ષે હવે આ રીતે નગર દેવીની યાત્રા કાઢવામાં આવશે. નગરયાત્રાનું મુખ્ય આકર્ષણ હજારોની સંખ્યામાં ભક્તો, સંતો અને ભક્તો સાથે મા ભદ્રકાળીનો રથ છે.

નગર દેવી યાત્રા દરમિયાન શોભાયાત્રાના રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાને લઈ વિશેષ તકેદારી

26 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા પણ હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક અને રૂટ બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓને પણ શાંતિપૂર્વક દર્શન કરવા અપીલ કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *