Final Up to date:
અમદાવાદના સરસપુર વિસ્તારમાં ગત જૂન મહિનામાં એક સગીરા ગુમ થઈ ગઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરી હતી. પોલીસે હાલ સગીરાને શોધી લીધી છે. જેમાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોલીસે સગીરાને શોધી છે. આ આખી ઘટના જાણીને તમે પણ ચોંકી જશો
પોલીસની સાથે સાથે પરિવારજનો પણ બંન્ને સાથે હોવાની શંકાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી. એવામાં દીલો કી રાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સગીરાના પરિવારજનોના મોટાભાગના સભ્યોને કોઈ ફોલો કરવા લાગ્યું હતું. એટલે આ ઇન્સ્ટાગ્રામ આઈડી સગીરાનું હોવાની શંકા ગઈ હતી. જેથી તેમણે આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની વિગતો મંગાવી હતી. જેમાં એક મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે અંગે તપાસ કરતા આ મોબાઇલ નંબર હૈદરાબાદમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ મોબાઇલ નંબરની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સથી શરૂ કરવામાં આવેલ તપાસમાં અન્ય એક શંકાસ્પદ નંબર મળી આવ્યો. જે બંન્ને નંબર હૈદરાબાદમાં કાર્યરત હતાં. ઉપરાંત જ્યારે સગીરા ગુમ થઈ ત્યારે આ નંબર અમદાવાદમાં કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની શંકા ક્યાંકને ક્યાંક મજબૂત બની હતી. અંતે પોલીસની એક ટીમ હૈદરાબાદ પહોંચી હતી. જ્યાં સગીરા અને તેનો બનેવી બંન્ને મળી આવતા પોલીસ તેઓને લઈને અમદાવાદ પહોંચી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ખુબ જ શાતિર હતો. અને પોલીસ તેના સુધી ના પહોંચે તે માટે તેણે તમામ પ્રયત્નો કર્યા હતાં. સગીરાને ભગાડીને લઈ જાય તેના ચાર મહિના પહેલા જ પોતે હૈદરાબાદ પહોંચ્યો હતો અને ત્યાં સ્થાયી થવા લાગ્યો હતો. એટલું જ નહીં મોબાઇલ ફોનના ઉપયોગ માટે તેણે હૈદરાબાદના એક સ્થાનિક વ્યક્તિના નામે સીમકાર્ડ ખરીદ્યું હતું. આરોપી તેના પરિવારજનોના સંપર્કમાં પણ રહ્યો ન હતો. સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે આ અંગે પોક્સો કલમ અંતર્ગત ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી હૈદરાબાદમાં પણ મોટર રિવાઇન્ડિંગનું કામકાજ કરતો હતો.
Ahmedabad,Gujarat
Feb 23, 2026 10:28 PM IST

