Final Up to date:
અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી યુવકે તેને ડિવોર્સ લેવાનું કહીને લગ્નની લાલચ આપી હતી. આખી ઘટના જાણીને તમે પણ ચોંકી જશો.
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પરિણીતાને તેના પતિ સાથે મનમેળ ના આવતા પતિથી અલગ રહેતી હતી. જો કે આ દરમિયાન તેને અજાણ્યા યુવક પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો છે. યુવકે યુવતીને તેના પતિ સાથે ડિવોર્સ લઈને લગ્ન કરવાની લાલચ આપી અને અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. અંતે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. જેથી પરિણીતાએ આ મામલે યુવક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરના નારોલ વિસ્તારમાં રહેતી યુવતી સાથે લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિ સાથે મનમેળ ના આવતા યુવતી છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ રહે છે. ગત જૂન મહિનામાં તેની બહેનપણીના ઘરે આવતા તેનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. બંન્ને વચ્ચે મિત્રતા થતાં મોબાઇલ નંબરની પણ આપ-લે કરી હતી.
બાદમાં બીજે દિવસે યુવક, યુવતી અને મિત્રો રાજસ્થાન ફરવા માટે ગયા હતા. રાજસ્થાનથી પરત આવ્યા બાદ યુવતી તેની બહેનપણીને ત્યાં રોકાઈ હતી. આ દરમિયાન યુવકે તેને નારોલની એક હોટલમાં બોલાવી હતી. જ્યાં તેણે કહ્યું કે તું તારા પતિને ડિવોર્સ આપી દે તો હું તારી સાથે લગ્ન કરીશ. યુવકે લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી તેના વતન જતી રહી હતી.
યુવક અને યુવતી વચ્ચે મોબાઇલ પર વાતચીત થતી હતી. આ દરમિયાન યુવકે ત્રણેક વખત અલગ અલગ સમયે યુવતીને નારોલ બોલાવીને હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જ્યારે જુલાઈ મહિનામાં યુવકે યુવતીને વટવામાં એક ફ્લેટ ભાડે શોધી આપ્યો હતો. જ્યાં યુવક અને યુવતી બે મહિના જેટલો સમય સાથે રહ્યા હતા. ત્યારબાદ યુવક યુવતીને તેના ફ્લેટ પર રહેવા માટે લઈ ગયો હતો.
જોકે આ સમગ્ર મામલે યુવકના પરિવારજનોને જાણ થતા યુવકનું વર્તન બદલાઈ ગયું હતું. અને તેણે યુવતી સાથે બોલવાનું પણ ઓછું કરી દીધું હતું. યુવતીએ યુવકને લગ્ન કરવા માટે કહેતા યુવકે તેના ઘરના સભ્યો ના પાડે છે, જેથી હું તારી સાથે લગ્ન નહીં કરું તેમ કહીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાબતની જાણ યુવતીએ પોલીસને કરતા નારોલ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad,Gujarat
Jan 27, 2026 11:06 PM IST

