Final Up to date:
અમદાવાદમાં ઓનલાઈન એકાઉન્ટ સર્વિસના નામે થતું આખું કૌભાંડ સામે આવ્યું છે. જેને લઈને ક્રાઈમબ્રાંચે 117 એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનું સામે આવ્યું છે. જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.
આ સમગ્ર મામલે અલગ અલગ પ્લેટફોર્મ પરથી એસ્કોર્ટ સર્વિસ ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવતીઓના ફોટા અને મોર્ફ કરેલ ન્યૂડ ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાંચની સોશિયલ મીડિયામાં મોનીટરીંગ ટીમ છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એસ્કોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઇડી થી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.
પોલીસને માહિતી મળતા તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે. કેટલાક એકાઉન્ટ પર સર્વિસના નામે કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં આવા 120 જેટલા એકાઉન્ટ સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિઓ પણ ફરિયાદ ન કરતા હોવાનું સામે આવતા પોલીસે આ અંગે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા અને નીચે કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઇન્કવાયરી કરે ત્યારે તેને તમામ વિગતો મોકલવામાં આવે છે. યુવતીઓના ફોટા જોઈને ગ્રાહકો આકર્ષાઈ જાય જે બાદ એડવાન્સ પેમેન્ટના નામે કેટલીક રકમ યુપીઆઈ આઈડી મોકલીને લેવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપે તે બાદ તે વ્યક્તિને બ્લોક કરી છેતરપિંડી કરવામાં આવે છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવી, ઇમ્મોરલ ટ્રાફિક, સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી વગેરેની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Ahmedabad,Gujarat

