અમદાવાદ: એક તરફી પ્રેમમાં યુવકે પરિણીતાને જાહેરમાં છરીઓ મારી હતી, આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા

અમદાવાદ: એક તરફી પ્રેમમાં યુવકે પરિણીતાને જાહેરમાં છરીઓ મારી હતી, આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદના દાણીલીમડામાં એક યુવકે જાહેરમાં એક પરિણીતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી તો સામે આવ્યું યુવક પરિણીતાના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેને લઈને તેણે આ હુમલો કર્યો હતો.

પરિણીતા પર થયેલ હુમલાને લઈ ચોંકાવનારા ખુલાસા
પરિણીતા પર થયેલ હુમલાને લઈ ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: શહેરના દાણીલીમડામાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાનો પીછો કરીને ‘તું મારી સાથે કેમ વાત નથી કરતી’ કહીને છરીના ઘા માર્યા હતા. જે અંગે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપીએ હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે. મહિલા પર હુમલાનો આ બનાવ શહેરમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આરોપીનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે. જેણે એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણીતા પર હુમલો કર્યો હતો. ‘તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી’ તેવું કહીને છરી વડે તેના પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. પોલીસને ફરિયાદ મળતા જ તપાસ હાથ ધરી અને સીસીટીવીને આધારે પોલીસે આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે.

પરિણીતાના લગ્ન થઈ જતા તેણે આરોપી યુવક સાથેથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો અને તેની સાથે વાતચીત બંધ કરતાં એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણીતાનો પીછો કરી તેના પર હુમલો કર્યો હતો. પોલીસે હુમલાનો ગુનો દાખલ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે બહેરામપુરામાં રહેતી 21 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. જેમાં એક વર્ષ પહેલા તેને પતિ સાથે છૂટાછેડા થયા હતા. બાદમાં 28 ડિસેમ્બર 2025એ બીજા લગ્ન કર્યા હતા.

ગત 21 જાન્યુઆરીએ તે પિયરમાં રહેવા આવી હતી. ત્યારે તેનો સંપર્ક કસાઈ જમાતની ચાલીમાં રહેતા રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે થઈ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પરંતુ પરિણીતાના લગ્ન થઈ જતા તેને નોમાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તે વાતથી ઉશ્કેરાઈને આરોપીએ હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપીએ હુમલાના સીસીટીવી પોતાના સોશિયલ મીડિયા પર મૂકી પરિણીતાને ગર્ભિત રીતે ધમકી પણ આપી હતી. પરિણીતા પર હુમલા અંગે પોલીસે તપાસ કરતા આરોપી રફીક ઉર્ફે નોમાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાં તેની વિરુદ્ધ મારામારી અને અન્ય ગુના પણ પોલીસ ચોપડે નોંધાયા છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *