અમદાવાદમાં સિગારેટ પીવા જેવી નજીવી બાબતે યુવન પર છરીથી હુમલો

અમદાવાદમાં સિગારેટ પીવા જેવી નજીવી બાબતે યુવન પર છરીથી હુમલો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતમાં હુમલાની ઘટના બનતા ચકચાર મચી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં ગત મોડી રાતે યુવક પર હિચકારી હુમલાની ઘટના બની હતી. બાપુનગર વિસ્તારના 137ના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક ગલ્લા પર ફરિયાદી અને તેના મિત્રો સિગારેટ પીતા હતા તે સમયે આરોપી શિવકુમાર ઉર્ફે લલ્લુ અને દેવ રાજપૂત ગલ્લા પર ગયા હતા. ત્યારબાદ બંન્ને એ ફરિયાદીને તું અહીં ઊભા ઊભા સિગારેટ કેમ પીવે છે કહીને બબાલ કરી હતી. જો કે આ બબાલ જોતજોતામાં હિચકારી હુમલામાં પરિણમી અને આરોપી દેવ રાજપૂતે ફરિયાદીને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઇજાઓ કરી હતી. જ્યારે શિવકુમાર ઉર્ફે લલ્લુએ ફરિયાદી રવિને માથાના ભાગે છરીથી જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. આખરે સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાબડતોબ બંન્ને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *