અમદાવાદના બંટી-બબલીનું કારસ્તાન! પીઆર વીઝા અપાવવાનું કહીને લોકો પાસેથી રૂ. 72 લાખ પડાવ્યા

અમદાવાદના બંટી-બબલીનું કારસ્તાન! પીઆર વીઝા અપાવવાનું કહીને લોકો પાસેથી રૂ. 72 લાખ પડાવ્યા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમદાવાદમાં ડો. ઉર્જીત કવી અને હર્ષિદા કવી દંપતીએ પીઆર વિઝા અપાવવાનું કહી 14 લોકો પાસેથી રૂ. 72.45 લાખ પડાવ્યા હોવાનો ચોંકાવનારો પ્રકાશમાં આવ્યો છે.

News18
News18

અમદાવાદ: શહેરમાં એક ઠગ દંપતી ‘બંટી-બબલી’ની જોડીએ ‘ધ કેરિયર પ્રોફેશનલ્સ’ નામની ઓફિસ શરૂ કરીને રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, ઇમિગ્રેશન સંબંધિત કામ શરૂ કરીને છેતરપિંડી આચરી હોવાનો ગંભીર મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. આરોપી દંપતીએ 14 લોકોને કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકેમાં નોકરી સાથેના પીઆર વિઝા અપાવવાનું કહીને કુલ રૂ. 72.45 લાખ પડાવીને કામ ન કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મળતા ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતા ભાર્ગેશભાઇ પટેલ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભાર્ગેશભાઇ અગાઉ ડો. ઉર્જીત કવી નામના શખ્સ સાથે આશ્રમ રોડ ખાતે એક કંપનીમાં નોકરી કરતા હતા. જે બાદ ઉર્જીતે તેની પત્ની હર્ષિદા ઉર્જીત કવિ સાથે ધ કેરિયર પ્રોફેશનલ્સ નામની ઓફિસ શરૂ કરીને રિક્રુટમેન્ટ, ટ્રેનિંગ, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, ઇમિગ્રેશન સંબંધિત કામ શરૂ કર્યુ હતું.

ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા ઉર્જીતે તેના મિત્ર ભાર્ગેશભાઇને ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં પોતે પત્ની સાથે ભાગીદારીમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકેમાં નોકરી સાથેના પીઆર વિઝાનું કામ કરતો હોવાનું કહીને કામ અપાવવા કહ્યું હતું. જે બાદ ભાર્ગેશભાઇએ અનેક પરિચિત લોકોને ડો. ઉર્જીત કવી અને હર્ષિદા ઉર્જીત કવિની ઓફિસે મોકલ્યા હતા.

બાદમાં પાંચ માસના સમયગાળામાં આ દંપતીએ નોકરી સાથેના પીઆર વિઝા પ્રોસેસિંગનું 13 લોકોનું કામ હાથમાં લીધું હતું અને 61.24 લાખ મેળવી લીધા હતા. જે બાદ આ તમામ લોકોને ટીપીસી કોર્પ્સ નામની રિસિપ્ટ આપીને છથી આઠ માસમાં પીઆર વિઝાનું કામ થઇ જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. આટલું જ નહીં બે-ત્રણ માસ બાદ આ દંપતીએ સ્પોન્સરશીપ કમ જોબ ઓફર લેટર તથા બાયોમેટ્રિક દસ્તાવેજ, આઇ.ઇ.એલ.ટી.એસ. સહિતના સર્ટિફિકેટ પણ મોકલી આપી વિશ્વાસમાં લીધા હતા.

જે બાદ ત્રણ માસમાં કામ થઇ જવાનો વાયદો કર્યો હતો. જોકે આઠ માસ બાદ પણ કામ ન થતાં તમામ લોકોએ પૈસા પરત માંગ્યા હતા. તે સમયે આ દંપતીએ પૈસા પરત ન આપતા આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કુલ 14 લોકો સાથે 72.45 લાખની છેતરપિંડી આચરાઈ હોવાનું હાલની પોલીસ તપાસમાં ખુલ્યું છે, ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસે આ મામલે ઠગ દંપતી ડો. ઉર્જીત કવી અને હર્ષિદા ઉર્જીત કવિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *