અફઘાનિસ્તાને પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, ફુલ સ્કેલ હુમલો કરી પાક સૈનિકોને જીવતા દબોચી લીધા

અફઘાનિસ્તાને પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, ફુલ સ્કેલ હુમલો કરી પાક સૈનિકોને જીવતા દબોચી લીધા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અફઘાનિસ્તાનના પૂર્વી સૈન્ય કોરે એક સત્તાવાર નિવેદન જાહેર કરી પુષ્ટિ કરી છે કે તેની સેનાએ પાકિસ્તાની વિસ્તાર પર હુમલો શરુ કરી દીધો છે.

News18
News18

કાબુલ: 22 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને એરસ્ટ્રાઈક દ્વારા માસૂમ અફઘાન નાગરિકોના જીવ લીધા હતા. જેના 4 દિવસ પછી એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કરી દીધો છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે તેણે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલાનો બદલો લેવા માટે જવાબી કાર્યવાહી શરુ કરી દીધી છે અને પાકિસ્તાન પર ફુલ સ્કેલ એટેક શરુ કરી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે ગુરુવારની રાતથી શરુ થયેલી આ ભીષણ ગોળીબારે સરહદ પાર રહેતા લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. તાજેતરના દિવસોમાં નંગરહાર અને પક્તિયા પ્રાંતોમાં થયેલા હુમલા બાદ અફઘાન સેનાનું આ રિએક્શન પાકિસ્તાનને ભારે પડી શકે છે.

પાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો એટેક

સઉદી અરબે એક સરકારી મીડિયા આઉટલેટ અલ અરબિયા અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના પૂર્વી સૈન્ય કોરે એક સત્તાવાર નિવેદન જાહેર કરી પુષ્ટિ કરી છે કે તેની સેનાએ પાકિસ્તાની વિસ્તાર પર હુમલો શરુ કરી દીધો છે. આ કાર્યવાહી એ પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ છે. જે થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિયા પ્રાંતોમાં કર્યા હતા. અફઘાન સેનાના જણાવ્યા અનુસાર, આ ભીષણ અથડામણ ગુરુવારે રાતથી શરુ થઈ અને હજુ પણ ચાલુ છે. જો કે પાકિસ્તાન તરફથી હજુ પણ તેના પર કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.

પાકિસ્તાન પર હુમલાને લઈને અફઘાનિસ્તાને મોટો દાવો કર્યો છે. કહેવાય છે કે અફઘાન ફોર્સેસે દુશ્મનના કબજાવાળી કુલ 15 ચોકીઓ પર કબજો કરી લીધો છે. કાર્યવાહીમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને અમુક પાકિસ્તાની સૈનિકોને જીવતા પણ પકડી લીધા છે.

પાકિસ્તાનનો દાવો: ગત રવિવારે પાકિસ્તાની સેનાએ સરહદ પાર હવાઈ હુમલો કર્યો હતો. તેમનું કહેવું હતું કે, તેમણે 70 આતંકીઓને ઠાર કર્યા છે.

અફઘાનિસ્તાનનો પલટવાર: અફઘાનિસ્તાને પાકિસ્તાનના એ દાવાને ફગાવી દીધો, તેમનું કહેવું હતું કે આ હુમલામાં કોઈ આતંકી નહીં પણ મરનારા ઢગલાબંધ માસૂમ નાગરિક, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ હતા.

બદલાની કાર્યવાહી: પોતાના નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે અફઘાન સેનાએ હવે પાકિસ્તાની સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ બનાવવાનું શરુ કરી દીધું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *