અનોખી લેધર હસ્તકલા, દીવાલ પર પડતી છાયા કહે છે રામાયણની વાર્તા

અનોખી લેધર હસ્તકલા, દીવાલ પર પડતી છાયા કહે છે રામાયણની વાર્તા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સુરતમાં યોજાયેલા હસ્તકલા પ્રદર્શનમાં આંધ્રપ્રદેશની પરંપરાગત ચામડાની કઠપૂતળી કલા લોકોનું વિશેષ ધ્યાન ખેંચી રહી છે. રામાયણ-મહાભારતના પાત્રોથી લઈને રંગીન લેમ્પશેડ અને ડોર હેંગિંગ સુધી રૂપાંતરિત થયેલી આ અનોખી કૃતિઓ પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ રજૂ કરે છે. પેઢી દર પેઢી જીવંત રહેલી આ કલા આજે ઘર-ડેકોરની દુનિયામાં નવી ઓળખ બનાવી રહી છે.

+

આંધ્રપ્રદેશની

આંધ્રપ્રદેશની ચામડાની કલા પ્રખ્યાત

સુરતઃ આંધ્રપ્રદેશમાં ચામડાથી બનાવાતી કલાત્મક હસ્તકલા પરંપરા દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનો મહત્ત્વનો ભાગ છે. ખાસ કરીને ટોલુ બોમ્મલુ પરંપરાથી પ્રેરિત ચામડાની કૃતિઓ આજે પરંપરાગત છાયા કઠપૂતળી સુધી મર્યાદિત નથી રહી, પરંતુ પપેટ, ડોર હેંગિંગ, સીલિંગ લેમ્પ, વોલ લેમ્પ, ફ્રેમ અને ફ્લોર લેમ્પ જેવી આધુનિક ડેકોર વસ્તુઓમાં પણ રૂપાંતરિત થઈ ચૂકી છે.

આ હસ્તકલા માટે મુખ્ય કાચા માલ તરીકે ખાલ એટલે કે લેધરનો ઉપયોગ થાય છે. ખાલને મસૃણ બનાવી અને કુદરતી રીતે સુકવવામાં આવે છે. ત્યારબાદ કલાકારો પરંપરાગત પૌરાણિક પાત્રો, ફૂલ-પાંદડાં, જીઓમેટ્રિક પેટર્ન અથવા લોકકથાઓના દ્રશ્યો ચામડા પર કોતરીને રંગે છે. પરંપરાગત રીતે વપરાતા લાલ, પીળા, લીલા અને ભૂરા રંગો પ્રકાશ પડતાં અદભુત છાયા પ્રભાવ ઊભો કરે છે, જે આ કૃતિઓને અનોખી ઓળખ આપે છે.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના નિમ્મલકુંટા ગામને આ કળાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. અહીંના કલાકારો પેઢી દર પેઢી આ કૌશલ્ય જાળવી રાખે છે. પહેલાના સમયમાં આ કળા રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના પ્રદર્શન માટે પ્રખ્યાત હતી, પરંતુ સિનેમા અને ટેલિવિઝનના આગમન બાદ પરંપરાગત શો ઘટતાં કલાકારોને નવી દિશામાં વિચારવું પડ્યું છે અને બજારની માંગને ધ્યાનમાં રાખીને, કલાકારોએ ચામડાની કઠપૂતળી કળાને હોમ ડેકોર ક્ષેત્રમાં પરિવર્તિત કરી છે.

સીલિંગ અને ફ્લોર લેમ્પમાં પ્રકાશ ચામડાના રંગીન આર્ટપીસમાંથી પસાર થાય ત્યારે દીવાલ પર પડતી છાયા એક કલાત્મક માહોલ સર્જે છે. ડોર હેંગિંગ અને વોલ ફ્રેમ્સ ઘરના પ્રવેશદ્વાર અથવા લિવિંગ રૂમને પરંપરાગત સ્પર્શ આપે છે. આજકાલ રાજ્ય સરકાર અને હસ્તકલા વિકાસ સંસ્થાઓ દ્વારા તાલીમ, ડિઝાઇન અપગ્રેડ અને પ્રદર્શન-મેળાઓ દ્વારા આ કળાને પ્રોત્સાહન આપવામાં આવે છે.

આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇન સાથે પરંપરાનો સુમેળ સાધતી આ ચામડાની કૃતિઓ દેશ-વિદેશમાં લોકપ્રિય બની રહી છે. પરંપરા અને નવીનતાનો આ સંગમ આંધ્રપ્રદેશની ચામડાકલાને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવી રહ્યો છે. બદલાતી બજાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેમ્પશેડ જેવી ઉપયોગી વસ્તુઓના નિર્માણને પ્રોત્સાહન મળ્યું છે. ચામડાની કઠપૂતળીઓને લેમ્પશેડમાં રૂપાંતરિત કરવાથી આધુનિક પસંદગી અને ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા હોવા છતાં પરંપરાગત ડિઝાઇનનો મૂળ સાર જાળવવામાં આવે છે. લેમ્પશેડ સામાન્ય રીતે ધાતુના ફ્રેમ પર બનાવવામાં આવે છે, જેમાં પ્રક્રિયા કરેલું ચામડું ખેંચીને ફેલાવવામાં આવે છે અને તેને ચામડાના દોરાથી સીવીને મજબૂત બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: લાલુમલની લસ્સી! દેશના ભાગલામાં પાકિસ્તાન છોડ્યું, રેફ્યુજી કેમ્પમાં રહ્યાં, લારીમાં શરૂ કર્યો બિઝનેસ, આજે સિદ્ધપુરની ઓળખ બની લસ્સી

આ અંગે આંધ્રપ્રદેશથી સુરત આવેલા મમતા શિંદેએ જણાવ્યું હતું કે, માતા-પિતા પાસેથી અમે આર્ટ શીખી છે અને આ લેધર આર્ટ કરતા અંદાજે 20 વર્ષ થઈ ગયા છે. આ મારી ટ્રેડિશનલ આર્ટ ફોર્મ છે, જેમાં મુખ્યત્વે પપેટનો સમાવેશ થતો હતો પરંતુ હવે તેમાં ડોર હેંગિંગ, સીલિંગ લેમ્પ, વોલ લેમ્પ, ફ્રેમ ફ્લોર લેમ્પ પણ લેધરથી બનાવવામાં આવે છે. હેંગિંગની કિંમત રૂ.700 થી શરૂ થાય છે જ્યારે મોટા લેમ્પ, ફ્રેમ કે મોટી કઠપૂતળી સહિતની વસ્તુઓ 20,000 થી 1,00,000 સુધીની કિંમતની હોય છે. જેમાં રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની કથા તેમજ ભગવાન શ્રીકૃષ્ણના આધારિત વિષયો ઉપર દરેક વસ્તુઓ બનાવવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *