અટલ ટનલ નહીં! આ છે ભારતની સૌથી લાંબી સુરંગ, મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

અટલ ટનલ નહીં! આ છે ભારતની સૌથી લાંબી સુરંગ, મોટાભાગના લોકોને નહીં ખબર હોય સાચો જવાબ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

આપણે ક્યારેક ને ક્યારેક કોઈ વાહન કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુરંગમાંથી પસાર થયા હશું. ભારતમાં ઘણી સુરંગો આવેલી છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતની સૌથી લાંબી સુરંગ કઈ છે?

ભારતની સૌથી લાંબી સુરંગ
ભારતની સૌથી લાંબી સુરંગ

India’s Longest Tunnel: આપણે ક્યારેક ને ક્યારેક કોઈ વાહન કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુરંગમાંથી પસાર થયા હશું. ભારતમાં ઘણી સુરંગો આવેલી છે. કેટલીક નાની છે તો કેટલીક મોટી પણ છે. પરંતુ શું તમે જાણો છો કે, ભારતમાં સૌથી લાંબી સુરંગ કઈ છે? જો નહીં, તો આવો તમને આ સુરંગ વિશે જણાવીએ. આજે આ આર્ટિકલ દ્વારા આપણે દેશની સૌથી મોટી સુરંગ વિશે જાણીશું, તે ક્યાં આવેલી છે અને તેનું નામ શું છે, તેમજ તે કેટલી લાંબી છે? આ તમામ વિશે વિસ્તારથી માહિતી મેળવીશું.

ભારતની સૌથી લાંબી સુરંગ

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, અમે જે સુરંગની વાત કરી રહ્યા છીએ, તે જમ્મુ-કાશ્મીરમાં આવેલી છે. ભારતની સૌથી લાંબી સુરંગનું નામ પીર પંજાલ રેલવે સુરંગ છે. પીર પંજાલ રેલવે સુરંગને બનિહાલ-કાજીગુંડ રેલવે સુરંગના નામેથી પણ ઓળખવામાં આવે છે.

કેટલી છે લંબાઈ?

જમ્મુ-કાશ્મીરમાં આવેલી પીર પંજાલ રેલવે સુરંગ આશરે 11.21 કિલોમીટર લાંબી છે. તેની આ લંબાઈના કારણે જ પીર પંજાલ રેલવે સુરંગ ભારતની સૌથી લાંબી સુરંગ છે.

ભારતની પાંચ સૌથી લાંબી સુરંગ

  • ભારતની પાંચ સૌથી લાંબી સુરંગમાં પહેલા નંબરે પીર પંજાલ રેલવે સુરંગ આવે છે, જેની લંબાઈ આશરે 11.2 કિલોમીટર છે.
  • ત્યાર બાદ શ્યામા પ્રસાદ મુખર્જી સુરંગનું નામ આવે છે, જેની લંબાઈ આશરે 9.28 કિલોમીટર છે અને તે પણ જમ્મુ-કાશ્મીરમાં આવેલી છે.
  • ત્રીજા નંબર પર અટલ ટનલનું નામ આવે છે, અટલ સુરંગની લંબાઈ આશરે 9.2 કિલોમીટર છે.
  • ચોથા નંબરે તિરુવનંતપુરમ પોર્ટ સુરંગનું નામ આવે છે. જે આશરે 9 કિલોમીટર લાંબી છે.
  • પાંચમાં નંબરે આવે છે બનિહાલ-કાજીગુંડ રોડ ટનલ, જેની લંબાઈ આશરે 8.45 કિલોમીટર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *