હોર્મુઝ સ્ટ્રેટ પર મદદ ના કરતા ડોનાલ્ડ ટ્ર્મ્પ NATO દેશ પર ભડક્યા, કહ્યું – કાયરો, આ વાત અમે યાદ રાખીશું

હોર્મુઝ સ્ટ્રેટ પર મદદ ના કરતા ડોનાલ્ડ ટ્ર્મ્પ NATO દેશ પર ભડક્યા, કહ્યું – કાયરો, આ વાત અમે યાદ રાખીશું

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


US-Israel vs Iran Struggle Information Dwell Updates : ઈરાન યુદ્ધમાં હોર્મુઝ સ્ટ્રેટ પર ઘેરાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO દેશને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વગર નાટો કાગળનો વાઘ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે  નાટો દેશ પરમાણુ શક્તિ વાળા ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માંગતા નથી.

ટ્રમ્પે કહ્યું કે હવે જ્યારે તે યુદ્ધ એક રીતે જીતી લેવામાં આવ્યું છે અને તેમના માટે ખતરો ઓછો છે, ત્યારે તેઓ તેલના ઊંચા કિંમત વિશે ફરિયાદ કરી રહ્યા છે કારણ કે તેમને મોંઘુ તેલ ખરીદવું પડી રહ્યું છે.

નાટો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં મદદ કરવા તૈયાર નથી

અમેરિકન રાષ્ટ્રપતિએ નાટો દેશો પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં મદદ કરવા તૈયાર નથી. ટ્રમ્પે આને એક સરળ લશ્કરી કાર્યવાહી ગણાવી અને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવું એ તેલના ઊંચા ભાવનું એકમાત્ર કારણ પણ છે.

નાટો દેશ પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે તેમના માટે આવું કરવું કેટલું સરળ છે અને તેમાં જોખમ પણ કેટલું ઓછું છે. અંતમાં ટ્રમ્પે કહ્યું કે કાયરો અમે આ યાદ રાખીશું.

ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે દબાણ કરવા માટે ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરવા અથવા તેને નાકાબંધી કરવાનું પણ વિચારી રહ્યું છે. એક્સિઓસ દ્વારા સૌપ્રથમ પ્રકાશિત આ અહેવાલમાં ચાર સ્ત્રોતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમણે નામ ન આપવાની શરતે વાત કરી હતી. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ એક્સિઓસને જણાવ્યું હતું કે તે હોર્મુઝને ખુલ્લું રાખવા માંગે છે. જો તેને ખાર્ગ ટાપુ પર કબજો કરવો પડે તો તે થશે. જો તે દરિયાકાંઠા પર આક્રમણ કરવાનું નક્કી કરે છે, તો તે થશે પરંતુ તે નિર્ણય લેવામાં આવ્યો નથી.

સાઉદી અરેબિયામાં એક ભારતીય નાગરિકનું મોત

ભારતીય દૂતાવાસે જાહેરાત કરી કે સાઉદી અરેબિયામાં 18 માર્ચની તાજેતરની ઘટનાઓને કારણે એક ભારતીય નાગરિકનું મોત થયું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય મિશને 18 માર્ચના રોજ તાજેતરની ઘટનાઓને કારણે રિયાધમાં એક ભારતીય નાગરિકના દુ:ખદ મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય નાગરિકના મૃત્યુ અંગેના સંજોગો સ્પષ્ટ નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *