હિંમતનગરના જાણીતા જ્વેલર્સના કર્મીઓએ સગીરાને લવજેહાદમાં ફસાવવાનો કર્યો પ્રયાસ, માંગી ખંડણી

હિંમતનગરના જાણીતા જ્વેલર્સના કર્મીઓએ સગીરાને લવજેહાદમાં ફસાવવાનો કર્યો પ્રયાસ, માંગી ખંડણી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સના કર્મચારીઓએ ધનિક પરિવારની સગીર દીકરીને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી પાંચ લાખની ખંડણી માંગતા એ ડિવિઝન પોલીસે બે યુવકોને ઝડપી લીધા.

સગીરાને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
સગીરાને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સાબરકાંઠા: હિંમતનગરમાં જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મીઓએ ગ્રાહકની સગીર દીકરીને લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિંમતનગરમાં સોનાચાંદીના દાગીનાની ખરીદી કરવા જતા ધનિક પરિવારને કડવો અનુભવ થયો છે. પરિવારની સગીર દીકરીને ઘરેણાં ખરીદવાના અનુભવ બાદ ફીડબેક ફોર્મ ભરાવ્યું હતું. ફીડબેક ફોર્મમાં લખેલો મોબાઈલ નંબર અને ઈમેલ, સરનામું મેળવી સગીરાને પરેશાન કરવામાં આવી હતી. આટલું જ નહીં લવ જેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરીને ખંડણી પણ માંગી હતી. જોકે. એ ડિવિઝન પોલીસે આરોપીઓને ઝડપી પાડીને અટકાયત કરી લેવામાં આવી છે.

ધનિક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી

શહેરના જાણીતા જ્વેલર્સના કર્મચારીઓએ સગીરાને ફસાવવા પ્રયાસ કર્યો છે. સગીરાને જાળમાં ફસાવવાનો પ્રયાસ કરીને ધનિક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી છે. ફોટા એડિટ કરીને અને વાયરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પોલીસના છટકામાં ફસાયા આરોપી

આ ધમકીઓ બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસને પરિવારે જાણ કરી હતી. જેથી આરોપીઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. છટકું ગોઠવી એ ડિવિઝન પોલીસે આરટીઓ બાયપાસ રોડ પરથી ટોળકી ઝડપી પાડી છે. લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા બે યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ યુવકો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે જેલના હવાલે કર્યા છે.

આરોપીઓની અટકાયત

હિંમતનગરના ડીવાયએસપી, અતુલ પટેલના જણાવ્યા પ્રમાણે, હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તેમની સગીર દીકરીની પીછો થતો હતો. પિતા જાણીતા જ્વેલર્સ ખાતે ખરીદી કરવા ગયા હતા. ત્યારે એમની વિગતોનું ફીડબેક ફોર્મ ભરાવ્યું હતુ. જેમાં તેમનો ફોન નંબર પણ હતો. જેનાથી તેમની દીકરીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દીકરી સાથે વાત થઈ ન હતી જેથી ફિઝિકલી તેનો પીછો કર્યો હતો. જે બાબતે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓની તપાસ બાદ અટકાયત કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *