શું તમે પણ વધુ પડતી પેઈન કિલર લો છો? વર્લ્ડ કિડની ડે પર જાણી લો કિડની ફેલ થવાના આ 5 મોટા કારણો

શું તમે પણ વધુ પડતી પેઈન કિલર લો છો? વર્લ્ડ કિડની ડે પર જાણી લો કિડની ફેલ થવાના આ 5 મોટા કારણો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આજના બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ ‘કિડની’ પર પડી રહી છે. વર્લ્ડ કિડની ડે 2026 નિમિત્તે રાજકોટના ખ્યાતનામ કિડની સ્પેશિયાલિસ્ટ ડૉ. સંજય પંડ્યાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે દર 10 માંથી એક વ્યક્તિ કિડનીના રોગનો શિકાર બની રહી છે.

+

કિડની

કિડની સારવાર અને કાળજીની ટિપ્સ

રાજકોટ: દર વર્ષે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ કિડની ડે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. વર્ષ 2026ની થીમ “Kidney Well being for All – Caring for Folks, Defending the Planet” રાખવામાં આવી છે. આ થીમ માત્ર કિડનીના આરોગ્ય વિશે જ નહીં પરંતુ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ પર પણ પ્રકાશ પાડે છે. છેલ્લા 36 વર્ષથી કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપી રહેલા ડૉ. સંજય પંડ્યા જણાવે છે કે આજના સમયમાં વધતા પ્રદૂષણ, ગરમી અને બદલાતા જીવનશૈલીના કારણે કિડનીના રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેથી દરેક વ્યક્તિએ સમયસર કાળજી રાખવી અને નિયમિત તપાસ કરાવવી ખૂબ જરૂરી બની ગઈ છે.

છેલ્લા 36 વર્ષથી કિડનીના દર્દીઓને સારવાર આપતા ડૉ. સંજય પંડ્યા કહે છે કે વર્ષ 2026માં ઉજવાતો વર્લ્ડ કિડની ડે લોકોમાં કિડની આરોગ્ય અંગે વધુ જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. આ વર્ષની થીમ “Kidney Well being for All – Caring for Folks, Defending the Planet” એ સ્પષ્ટ સંદેશ આપે છે કે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. પર્યાવરણમાં વધતું પ્રદૂષણ, ગરમી અને હવામાનમાં થતા ફેરફારો સીધી રીતે માનવ શરીર પર અસર કરે છે અને તેની અસર કિડનીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે.

ડૉ. સંજય પંડ્યા જણાવે છે કે આજકાલ પર્યાવરણમાં વધતી ગરમીના કારણે લોકોને ઘણીવાર ડિહાઈડ્રેશન થાય છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે કિડની પર વધારાનું દબાણ પડે છે. પરિણામે કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ વધતી જોવા મળે છે. હાલમાં સ્થિતિ એવી બની રહી છે કે લગભગ દર 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિને કિડની સંબંધિત સમસ્યા જોવા મળી રહી છે. આ આંકડો દર્શાવે છે કે લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે.

કિડનીના રોગો ઘણીવાર શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો વગર પણ વિકસી શકે છે. તેથી વહેલા નિદાન અને સમયસર સારવાર ખૂબ મહત્વપૂર્ણ છે. ડૉ. સંજય પંડ્યા જણાવે છે કે ખાસ કરીને કેટલાક લોકોમાં કિડનીના રોગો થવાનું જોખમ વધુ હોય છે. જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધારે પડતું વજન હોય અથવા લાંબા સમયથી પેઈન કિલર દવાઓનો ઉપયોગ કરતા હોય, તેઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ઉપરાંત જો કુટુંબમાં કોઈને કિડનીની તકલીફ રહી હોય તો તેવા લોકોમાં પણ જોખમ વધુ રહે છે. આવા તમામ લોકોએ નિયમિત રીતે કિડનીની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો: સાળંગપુરનું કહીને ગોવા પહોંચી ગઈ BBAની વિદ્યાર્થિની, ઇન્સ્ટાગ્રામના મિત્રોએ જરૂર પડી ત્યારે જે કર્યું તે જાણી ચોંકી જશો

ડૉ. સંજય પંડ્યા કહે છે કે જો દર વર્ષે એકવાર પણ કિડનીની તપાસ કરાવવામાં આવે તો કિડનીના રોગનું વહેલી તકે નિદાન થઈ શકે છે અને સમયસર યોગ્ય સારવાર મેળવી શકાય છે. ઘણીવાર લોકો લક્ષણો દેખાય ત્યાં સુધી તપાસ કરાવતા નથી, પરંતુ તે સમય સુધી રોગ આગળ વધી ગયો હોય છે. તેથી પ્રિવેન્શન અને રેગ્યુલર ચેકઅપ કિડનીના આરોગ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કિડનીના રોગોથી બચવા માટે દૈનિક જીવનમાં કેટલીક સરળ બાબતો અપનાવવી જરૂરી છે. ડૉ. સંજય પંડ્યા મુજબ દરેક વ્યક્તિએ દરરોજ 2 થી અઢી લિટર જેટલું પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે. સાથે સાથે આરોગ્યપ્રદ અને સંતુલિત ખોરાક લેવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. વધુ પડતું ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ કારણ કે તે શરીર પર નકારાત્મક અસર કરે છે. આ ઉપરાંત નિયમિત એક્સરસાઈઝ અને શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ સુધી વોકિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *