West Asia Battle : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત હવે રશિયાથી તેલની આયાત વધારી રહ્યું છે. રશિયાથી ચીન જઇ રહેલ ટેન્કર ભારત તરફ વળ્યું છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર, જહાજ ‘એક્વા ટાઇટન’ 21 માર્ચે ન્યૂ મેંગલોર પહોંચવાની સંભાવના છે. તે ક્રૂડ ઓઇલથી ભરેલું છે, જેને જાન્યુઆરીના અંતમાં બાલ્ટિક સમુદ્રના એક પોર્ટથી લોડ કર્યું હતું. આ ટેન્કર રશિયાથી ચીન જવા રવાના થયું હતું, પરંતુ અચાનક સમુદ્રમાં યુ-ટર્ન લીધો હતો અને 21 માર્ચ સુધીમાં ભારત પહોંચશે.
ચીનની જગ્યાએ રશિયન ઓઇલ ટેન્કર ભારત આવશે
વોર્ટેક્સા લિમિટેડના જણાવ્યા અનુસાર રશિયાથી ચીન તેલ લઈ જતા સાત ટેન્કર ભારત તરફ આવી રહ્યા છે. હવે ભારતના તમામ મોટા રિફાઇનર્સ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. એક્વા ટાઇટન જહાજ અગાઉ ચીનના રિઝાઓ પોર્ટ તરફ જઇ રહ્યું હતું, પરંતુ દક્ષિણપૂર્વ એશિયન જલક્ષેત્રમાં તેણે પોતાનો માર્ગ બદલ્યો હતો.
હાલમાં જ અમેરિકાએ કહ્યું હતું કે ભારત એક મહિના માટે રશિયાથી તેલ આયાત કરી શકે છે. આ છૂટ બાદ ભારતીય રિફાઈનરોએ રશિયા પાસેથી 3 કરોડ બેરલ તેલ ખરીદ્યું છે. આ પગલાનો હેતુ ઇરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાંથી તેલની અછતને પહોંચી વળવામાં ભારતને મદદ કરવાનો હતો. ત્યારબાદથી ઘણા વધુ દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ઇઝરાયલનો દાવો – ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારિજાની હુમલામાં માર્યા ગયા
તાજેતરના મહિનાઓમાં જ્યારે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કર્યો હતો, ત્યારે ચીન રશિયા માટે તેલનો સૌથી મોટો ખરીદદાર રહ્યો હતો. જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોના ખરીદદારો પાછા ફરતા તેલના ભાવમાં વધારો થવાની સંભાવના છે.
વધુ એક જહાજ ભારત આવી રહ્યું છે
આ ઉપરાંત શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, ‘સ્વેઝમેક્સ ઝુઝુ એન’ પણ ભારતના સિક્કા પોર્ટ તરફ આગળ વધી રહ્યું છે અને 25 માર્ચે ત્યાં પહોંચવાની સંભાવના છે. Kpler ના જણાવ્યા અનુસાર, આ ટેન્કરમાં કજાખ CPC બ્લેન્ડ ક્રૂડ ઓઇલથી ભરેલું છે. આ જહાજ રશિયાના કાળા સાગર સ્થિત નોવોરોસિસ્ક બંદરથી રિઝાઓ નજીકના જલક્ષેત્ર તરફ રવાના થયું હતું, પરંતુ માર્ચની શરૂઆતમાં તેણે માર્ગ બદલ્યો અને ભારત તરફ વળ્યું હતું.
