મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ ગઈ! અકાસા એરે લગાવ્યો ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ફ્લાઈટ ટિકિટ મોંઘી થઈ ગઈ! અકાસા એરે લગાવ્યો ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Akasa Air Introduces Gasoline Surcharge:અકાસા એર (Akasa Air)એ જાહેરાત કરી છે કે 15 માર્ચ 2026ની મધરાત્રી 12:01 વાગ્યાથી તમામ નવા બુકિંગ પર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ (ઈન્ટરનેશનલ રુટ્સ) પર ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ લગાવવામાં આવશે.

અકાસા એરનો મોટો ઝટકો!
અકાસા એરનો મોટો ઝટકો!

Akasa Air Introduces Gasoline Surcharge: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક તણાવની અસર હવે ભારતીય વિમાન મુસાફરોના ખિસ્સા પર પડવા લાગી છે. અકાસા એર (Akasa Air)એ જાહેરાત કરી છે કે 15 માર્ચ 2026ની મધરાત્રી 12:01 વાગ્યાથી તમામ નવા બુકિંગ પર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ (ઈન્ટરનેશનલ રુટ્સ) પર ₹199થી ₹1300 સુધીનો ફ્યુઅલ સરચાર્જ લગાવવામાં આવશે. આ ચાર્જ તે પહેલાંના બુકિંગ પર લગાવવામાં આવશે નહીં.

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં અચાનક અને ભારે વધારો. અકાસા એરના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને વિકસતી પરિસ્થિતિઓને કારણે આ વધારો થયો છે. ખાસ કરીને ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધ અને જહાજોની અછતને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાયમાં મોટી અડચણ આવી છે, જેનાથી વિશ્વભરમાં ક્રૂડથી બનેલા તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ઉછાળો આવ્યો છે.

ઈન્ડિગોએ પણ લગાવ્યો ફ્યુઅલ ચાર્જ

આ નિર્ણય લેનાર અકાસા એર એકલી નથી. ઈન્ડિગોએ પણ 14 માર્ચથી જ ફ્યુઅલ ચાર્જ લાગુ કરી દીધો છે. ઈન્ડિગોના જણાવ્યા પ્રમાણે IATAના જેટ ફ્યુઅલ મોનિટર અનુસાર, મિડલ ઈસ્ટમાં ઈંધણના ભાવમાં 85percentથી વધુનો ઉછાળો આવ્યો છે. ઈન્ડિગોના નવા ચાર્જ આ પ્રમાણે છે:

– ડોમેસ્ટિક માટે: ₹425

– મિડલ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એશિયા અને ચીન માટે: ₹900

– આફ્રિકા અને વેસ્ટ એશિયા માટે: ₹1800

– યુરોપ માટે: ₹2300

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ તબક્કાવાર આ જ પ્રકારનો ફ્યુઅલ સરચાર્જ લાગુ કરી રહ્યા છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, માર્ચની શરૂઆતથી જ ATFના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે એરલાઈનના કુલ ખર્ચના લગભગ 40% જેટલો હિસ્સો ધરાવે છે. ભારતમાં મોટા શહેરોમાં ઉચ્ચ એક્સાઈઝ ડ્યુટી અને VATના કારણે આ અસર વધુ વર્તાઈ રહી છે .

…તો ટિકિટના ભાવમાં હજુ પણ વધારો થશે

આખરે, યુદ્ધની આગની લપેટમાં આવેલા તેલના ભાવે હવે સામાન્ય મુસાફરોની હવાઈ મુસાફરીને પણ મોંઘી બનાવી દીધી છે. જે લોકો આગામી દિવસોમાં ફ્લાઈટ બુક કરવાનું વિચારી રહ્યા છે, તેઓએ આ નવા સરચાર્જને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું પડશે. જો આ સંકટ લાંબુ ચાલે તો ટિકિટના દરમાં વધુ વધારો થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *