મનોરંજન જગતમાં ખળભળાટ! અભિનેત્રી ઉર્મિલાએ ક્રુરતાની હદ વટાવી, બોયફ્રેન્ડ માટે કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા

મનોરંજન જગતમાં ખળભળાટ! અભિનેત્રી ઉર્મિલાએ ક્રુરતાની હદ વટાવી, બોયફ્રેન્ડ માટે કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

Bengaluru Surprising Incident: કન્નડ અભિનેત્રી ઉર્મિલા ઉર્ફે ‘બિંદુ’એ બેંગલુરુના મંજનાથ નગરમાં ધ્રૂજાવી નાખે એવી ઘટનાને અંજામ આપ્યો છે. તેણે પ્રેમી સાથે મળીને પોતાના જ લીવ-ઇન પાર્ટનરની મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે આ મામલે ઉર્મિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

અભિનેત્રીએ કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા (Image - Canva )
અભિનેત્રીએ કરી લિવ-ઇન પાર્ટનરની હત્યા (Picture – Canva )

Bengaluru Surprising Incident: કન્નડ અભિનેત્રી ઉર્મિલા ઉર્ફે ‘બિંદુ’એ બેંગલુરુના મંજનાથ નગરમાં ધ્રૂજાવી નાખે એવી ઘટનાને અંજામ આપ્યો છે. ટ્રાયેંગલ મર્ડરના આ કેસમાં અભિનેત્રીએ પોતાના લિવ-ઇન પાર્ટનરના બદલે બીજા પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પછી એક ષડયંત્ર રચીને પોતાના પાર્ટનરને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આ મામલે ઉર્મિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મૃતક લિવ-ઇન પાર્ટનરની ઓળખ મોહન રાવ તરીકે થઈ છે. નોંધનીય છે કે, આ હત્યા 18 ફેબ્રુઆરીએ કરાઈ હતી. જોકે, હત્યાના 12 દિવસ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે.

કઈ રીતે કરી હત્યા?

પોલીસના જણાવ્યા મુજબ, ઉર્મિલા ઉર્ફે ‘બિંદુ’ અને મોહન રાવ બંને લિવ-ઇનમાં રહેતા હતા. જોકે, પછી ઉર્મિલા અને તેના પ્રેમી વિનયએ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને મોહન રાવની હત્યા કરવા માટે ષડયંત્ર રચ્યું. બંનેએ સાથે મળીને એ ઘરમાં પાર્ટી રાખી, જ્યાં ઉર્મિલા અને મોહન સાથે રહેતા હતા. પાર્ટીમાં દારુ પીધા પછી વિનયે મોહન પર ઘરની અંદર જ હુમલો કરીને તેની હત્યા કરી નાખી. ઉર્મિલાના પ્રેમી વિનયે તેના મિત્ર ધનુષની મદદથી મોહન પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા. આ દરમિયાન જ્યારે મોહન બુમો પાડવા લાગ્યો ત્યારે ઉર્મિલાએ તેના મોં અને નાક પર ટેપ બાંધી દીધી અને પછી તેના હાથ-પગ પણ બાંધી દીધા.

Bengaluru Shocking Incident kannada actress urmila aka bindu ended up live in partners life asm

કન્નડ અભિનેત્રી ઉર્મિલા ઉર્ફે ‘બિંદુ’

આરોપી ઉર્મિલાએ કન્નડ ફિલ્મોમાં કર્યું છે કામ

નોંધનીય છે કે, ઉર્મિલાએ અત્યાર સુધીમાં ‘બજરંગી’, ‘પોલીસ ક્વાર્ટર્સ’ અને ‘કાલભૈરવ’ જેવી કન્નડ ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. ધ હિન્દુના રિપોર્ટ મુજબ, મૃતક મોહન એક ફાઇનાન્સ બિઝનેસ સાથે જોડાયેલો હતો. પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તે ઉર્મિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. બીજી બાજુ, ઉર્મિલા પણ તેના પતિ સાથે રહેતી નહોતી. આ બંને બે મહિના પહેલા જ બેંગલુરુના મંજનાથ નગરમાં એક ઘર ભાડેથી લઈને સાથે રહેવા લાગ્યા હતા.

12 દિવસ બાદ ઘટના સામે આવી

મળતી માહિતી મુજબ, ગૂંગળામણ અને ઈજાઓને લીધે મોહનનું મોત થઈ ગયું. ત્યાર પછી આરોપીઓ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. લગભગ 12 દિવસ પછી જ્યારે પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી, ત્યારે ઘરના માલિક નટરાજે પોલીસને જાણ કરી. તપાસ દરમિયાન પોલીસને મોહનનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો. જે પછી પોલીસે ત્રણેય આરોપીઓને શોધી તેમની ધરપકડ કરી છે. હાલ પોલીસ તેમનાથી પૂછપરછ કરી રહી છે જેથી સમગ્ર ઘટના અને આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *