પ્રેમ લગ્નના 24 દિવસમાં જ યુવતી હોટેલમાં પતિની નજર ચૂકવી અમેરિકા ભાગી ગઈ! અમદાવાદનો ગજબનો કિસ્સો

પ્રેમ લગ્નના 24 દિવસમાં જ યુવતી હોટેલમાં પતિની નજર ચૂકવી અમેરિકા ભાગી ગઈ! અમદાવાદનો ગજબનો કિસ્સો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

અમદાવાદની 20 વર્ષીય યુવતી પ્રેમલગ્ન કર્યા બાદ 24 દિવસમાં જ સાસરીના ત્રાસથી કંટાળી અમેરિકા ભાગી ગઈ હતી. પરત આવીને તેણીએ પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

Photo: AI
Picture: AI

અમદાવાદ: શહેરમાં પ્રેમ, લગ્ન અને તકરારનો એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને રહસ્યમય રીતે અમેરિકા જતી રહી હોવાની અને બાદમાં અમેરિકાથી પરત ફરી આ યુવતીએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે યુવતીની ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં સરખેજની 20 વર્ષીય યુવતીએ તા.31 જાન્યુઆરીએ દાણીલીમડામાં રહેતા યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તે માતાના ઘરે રહેતી હતી અને શહેરની જાણીતી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતી હતી. લગ્ન બાદ તે થોડા દિવસ માતાના ઘરે જ રહી હતી. જોકે, એક દિવસ કાંકરિયા ફરવા જવાનું કહીને નીકળેલી આ યુવતીએ પોતાની માતા અને ભાઈને પાલડીની એક હોટલમાં મળવા બોલાવી પોતે પ્રેમ લગ્ન કર્યા હોવાની જાણકારી આપી હતી.

જ્યારે યુવતી હોટલમાં પોતાની માતા સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે જ તેનો પતિ કાર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. આ સમયે યુવતી પોતાની માતા કે ભાઈને કંઈ પણ કહ્યા વગર અચાનક પતિ સાથે સાસરે જતી રહી હતી. આ અણધાર્યા વળાંકથી ગભરાયેલી માતાએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પાલડી પોલીસે યુવતીને બોલાવી પુછપરછ કરતા તેણે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું કે, તે પોતાની મરજીથી પતિ સાથે રહેવા માંગે છે.

પોલીસ સમક્ષ નિવેદન આપ્યા બાદ મામલો થાળે પડ્યો હોય તેમ લાગતું હતું અને તે તેના પતિ સાથે રાજસ્થાન ફરવા પણ ગઈ હતી. પરંતુ પરત આવ્યા બાદ સાસરીમાં સ્થિતિ બદલાઈ ગઈ હતી. યુવતીનો આક્ષેપ છે કે, લગ્નના ત્રીજા દિવસથી જ તેના પતિ અને સાસુએ તેને પોતાની માતા સાથે વાત ન કરવા માટે દબાણ કર્યું હતું અને નાની-નાની વાતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

યુવતી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા માંગતી હતી, પરંતુ તેના પતિએ આ બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો. ગત 22 ફેબ્રુઆરીએ જ્યારે સ્થિતિ વણસી ત્યારે યુવતીની માતાએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જે બાદ દાણીલીમડા પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યું, ત્યારે તેણે માતા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ “જો તું મને સાથ નહીં આપે તો હું જીવી શકીશ નહીં” તેવી ધમકી આપીને યુવતીને ડરાવી દીધી હતી, જેના કારણે તે ફરી પતિ સાથે વસ્ત્રાપુરની એક હોટલમાં રહેવા ગઈ હતી.

વસ્ત્રાપુરની હોટલમાં રોકાણ દરમિયાન યુવતીએ મોકો જોઈને પતિની નજર ચૂકવી દીધી હતી અને ત્યાંથી સીધી પોતાની માતા પાસે પહોંચી ગઈ હતી. તે જ રાત્રે યુવતી પોતાની માતા અને ભાઈ સાથે મુંબઈ એરપોર્ટ જવા રવાના થઈ હતી અને 24 ફેબ્રુઆરીએ ભારત છોડી અમેરિકા જતી રહી હતી.

આમ, લગ્નના માત્ર 24 દિવસમાં બે વાર પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢનારી આ યુવતી રહસ્યમય રીતે વિદેશ પહોંચી ગઈ હતી. બાદમાં બે દિવસ અગાઉ ગત 4 માર્ચે યુવતી ભારત પરત ફરી હતી અને પરત આવતાની સાથે જ તેણે હિંમત બતાવીનેવ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવેલા ત્રાસ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *