પિતાના પગલે ચાલ્યો દીકરો, ડાન્સમાં અજય દેવગનને પણ આપી હતી ટક્કર; ભવિષ્યનો બની શકે છે સુપરહિટ હીરો

પિતાના પગલે ચાલ્યો દીકરો, ડાન્સમાં અજય દેવગનને પણ આપી હતી ટક્કર; ભવિષ્યનો બની શકે છે સુપરહિટ હીરો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અભિનેતા અને ડાન્સર જાવેદ જાફરીની જેમ તેમનો દીકરો મીઝાન પણ આ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી શકે છે. મીઝાન એક્ટર હોવાની સાથે સાથે એક સારો ડાન્સર પણ છે.

Image Source: INSTAGRAM/@MEEZAANJ
Picture Supply: INSTAGRAM/@MEEZAANJ

જાવેદ જાફરીનો દીકરો બોલિવૂડનાં એ સ્ટારકિડ્સમાંથી એક છે કે જેણે પોતાની મહેનત અને ટેલેન્ટનાં દમ પર દર્શકોનાં દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. અમે વાત કરી રહ્યા છીએ મીઝાન જાફરીની. મીઝાન જાફરી બોલિવૂડનાં સૌથી યુવા એક્ટર્સમાંથી એક છે. મીઝાન જાફરી તેનાં ટેલેન્ટ અને જબરદસ્ત સ્ક્રીન પ્રેઝેન્સ માટે જાણીતો છે. એક ફિલ્મી પરિવારમાંથી આવતા મીઝાન જાફરી ફેમસ કોમેડિયન જગદીપ જાફરીનાં પૌત્ર છે. ફિલ્મી ખાનદાનમાંથી આવતો હોવા છતાં તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.

9 માર્ચ 1995 નાં રોજ મુંબઈમાં જન્મેલા મીઝાન એક એવા પરિવારમાંથી આવે છે જે આર્ટ અને એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલો હતો. નાની ઉંમરમાં જ ફિલ્મો, મ્યૂઝિક અને ડાન્સમાં બહુ રુચિ હતી. ન્યૂયોર્કમાં સ્કૂલ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સમાં સ્ટડી કરી અને પછી એક્ટર બનવા માટે ભારત પરત ફર્યો. બોલિવૂડ એક્ટર મીઝાને વર્ષ 2019 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ મલાલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મીઝાન અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે હું મારા પિતાની જેમ ઓળખ બનાવવા ઈચ્છું છું.

એક્ટર અને ડાન્સર છે મીઝાન જાફરી

મીઝાનની શરૂઆતની ફિલ્મો જેમ કે હંગામા 2, યારિયાં 2 અને ધ મિરાંડા બ્રધર્સ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જ્યારે વર્ષ 2005 માં મીઝાન દે દે પ્યાર દે 2 માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને કારણે ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મમાં એક્ટિંગ કરતા લોકોને તેમનો ડાન્સ વધારે પસંદ પડ્યો હતો. આ ફિલ્મમાં જાવેદ જાફરી અને મીઝાન એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અંશુલ શર્માની આ ફિલ્મમાં આર માધવન, અજય દેવગન, રકુલપ્રીત સિંહ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

અજય દેવગને મીઝાનનાં કર્યાં હતા વખાણ

ANI સાથે વાતચીત દરમિયાન અજયે જાવેદ જાફરીનાં દીકરા મીઝાન જાફરીનાં વખાણ કર્યા હતા. આ સાથે દે દે પ્યાર દે 2નાં સેટ પર મીઝાનની મહેનત અને કામને જોઈને ખુશ થયા હતા, જ્યાં મીઝાને ફૂલ ઔર કાંટેનો સ્ટંટ રિક્રિએટ કર્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં એક્ટરે એ પણ કહ્યું હતું કે, જાવેદની જેમ મીઝાન પણ એક સારો ડાન્સર છે. આમ, વાત કરવામાં આવે તો જાવેદ જાફરીને વધારે ઓળખ આપવાની જરૂર નથી. એક્ટર આજે પણ લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *