ભરૂચ: અંકલેશ્વરમાં આવેલી પાનોલી GIDCમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં આખી કંપની ભડ ભડ સળગવા લાગી. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા. આગની ભયાનકતાને જોઈ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના મળીને 15થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. ફાયર બ્રિગેડે આગ બુજાવી કૂલિંગની કામગીરી કરી. આ ઘટનામાં 3 કામદારોને ધુમાડાની અસર થતા તેમના તાત્કાલિક સારવાર આપવામાં આવી. જોકે કોઈ જાનહાનીના સમાચાર નથી.
Source link
