Final Up to date:
Pakistan Afghanistan Struggle: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે સીધા યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની ધરતી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાને આ કાર્યવાહીને ઓપરેશન ‘ગઝબ લિલ હક'(Operation Ghazab Lil-Haq) નામ આપ્યું છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે, બંને દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યારેક પાકિસ્તાન લોહીની હોળી રમી રહ્યું છે, તો ક્યારેક અફઘાનિસ્તાન બદલાની આગમાં પાકિસ્તાનને પછાડી રહ્યું છે. હવે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી દીધી છે. અફઘાનિસ્તાને પણ આકરો જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાને 55 પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતારી દીધા છે. જોકે, આ ઘટનાથી પાકિસ્તાન ગુસ્સામાં લાલઘુમ થયું છે, અને તેણે બદલો લેવા માટે ઉતાવળમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અડધી રાત્રે બોમ્બમારો કરી દીધો હતો.
પાકિસ્તાને અફઘાન તાલિબાન શાસન વિરુદ્ધ ઓપરેશન ‘ગઝબ લિલ હક’ શરૂ કર્યું છે. હાલમાં બંને દેશો વચ્ચે તણાવ સાતમા આસમાને છે. પાકિસ્તાનનો દાવો છે કે, કાબુલ પર રાતભર થયેલી એરસ્ટ્રાઈકમાં 130થી વધુ અફઘાનીઓ માર્યા ગયા છે. પાકિસ્તાનના ઇન્ફોર્મેશન મિનિસ્ટર અતાઉલ્લાહ તરારે જણાવ્યું કે, ઓપરેશન ‘ગઝબ લિલ હક’ હેઠળ 133 અફઘાન તાલિબાન ઓપરેટિવ્સ માર્યા ગયા અને 200થી વધુ ઘાયલ થયા છે. તેણે કાબુલ, પક્તિકા અને કંધારમાં અફઘાન તાલિબાનના સુરક્ષા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારની 27 ચોકીઓ તબાહ થઈ ગઈ છે અને પાકિસ્તાને 9 ચોકીઓ પર કબજો જમાવી લીધો છે.
હકીકતમાં અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશન (UNAMA)એ પુષ્ટિ કરી હતી કે, પાકિસ્તાની સૈન્ય દળો દ્વારા અફઘાનિસ્તાનના નંગરહાર અને પક્તિકા પ્રાંતોમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં 13 નાગરિકોના મોત થયા હતા. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. અફઘાનિસ્તાનની પ્રમુખ ન્યૂઝ એજન્સી ‘ખામા પ્રેસ’એ UNAMAના એક અહેવાલને ટાંકીને ખુલાસો કર્યો હતો કે, હાલનાં હવાઈ હુમલામાં 13 અફઘાન નાગરિકો માર્યા ગયા છે, જ્યારે સાત ઘાયલ થયા હતા. આ હુમલા નંગરહારના બેહસૂદ અને ખોગિયાની જિલ્લાઓમાં 21-22 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ કરવામાં આવ્યા હતા. જોકે, પાકિસ્તાનની આ કાર્યવાહી પર તાલિબાને સખત વાંધો વ્યક્ત કર્યો હતો, અને સમય આવ્યે જરૂરી અને કડક પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી હતી.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક પર ભારતે કડક નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ભારત રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અફઘાન ધરતી પર પાકિસ્તાનના હવાઈ હુમલાની કડક નિંદા કરે છે, જેના પરિણામે મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરિકોના મોત થયા છે. આ પાકિસ્તાન તરફથી પોતાની આંતરિક નિષ્ફળતાઓનો દોષ ભારત પર મઢવાનો વધુ એક પ્રયાસ છે. ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે પોતાના સમર્થનને દોહરાવે છે.’

