પાકિસ્તાનમાં ગૂગલ પર સૌથી વધારે ચર્ચા: મેચ દરમિયાન અને બાદમાં પાકિસ્તાનમાં ઈશાન કિશન ટ્રેન્ડ કરવા લાગ્યો. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, તેના નામ સાથે જોડાયેલા કેટલાય સવાલો શોધવામાં આવ્યા. ઈશાન કિશનની હાઈટ શું છે, ઉંમર કેટલી છે, જેવા સવાલો ચર્ચામાં રહ્યા. સાથે જ ગર્લફ્રેન્ડ કોણ છે, વાઇફ, ફેમિલી અને રિલિઝન પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. ત્યાં સુધી કે તેની નેટવર્થ અને સંપત્તિને લઈને પણ લોકો જાણવા માગે છે. સોશિયલ મીડિયા પર તેની બેટિંગના ખૂબ વખાણ થાય છે.

