પરણ્યાં પહેલાં રશ્મિકા મંદાનાના ચહેરા પર જોવા મળ્યો નેચરલ ગ્લો, બ્રાઇડ બનતાં પહેલાં તમે પણ ટ્રાય કરો આ અસરકારક નુસખો

પરણ્યાં પહેલાં રશ્મિકા મંદાનાના ચહેરા પર જોવા મળ્યો નેચરલ ગ્લો, બ્રાઇડ બનતાં પહેલાં તમે પણ ટ્રાય કરો આ અસરકારક નુસખો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

લગ્નનો દિવસ દરેક છોકરી માટે ખાસ હોય છે. આમ, લેટેસ્ટમાં વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાનાનાં બ્રાઇડલ લુકે દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જો કે એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયો છે. આમ, તમે પણ લગ્ન પહેલાં ચહેરા પર નેચરલ ગ્લો લાવવા ઇચ્છો છો તો આ ડ્રિંક પીવાનું શરૂ કરી દો.

રશ્મિકા મંદાનાનો ફેસ મસ્ત ગ્લો કરે છે.
રશ્મિકા મંદાનાનો ફેસ મસ્ત ગ્લો કરે છે.

લગ્નનો દિવસ દરેક છોકરીઓ માટે ખાસ હોય છે. દરેક દુલ્હન એવું ઇચ્છે છે કે તેના ચહેરા પર નેચરલ ગ્લો આવે. આ માટે લોકો જાતજાતની ટ્રીટમેન્ટ લેતા હોય છે. પરંતુ આ માટે મેકઅપ કે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. આ ગ્લો તમારા અંદરથી આવે છે. આમ લેટેસ્ટમાં વાત કરવામાં આવે તો રશ્મિકા મંદાનાનો બ્રાઇડલ લુક ખૂબ ચર્ચામાં છે. જ્યાં થોડા દિવસ પહેલાં એરપોર્ટ પર એક્ટ્રેસના ફેસ પર સોફ્ટ, હેલ્ધી અને નેચરલ ગ્લો જોવા મળ્યો હતો.

આમ, તમે પણ બ્રાઇડ બનવા છો તો બહારની બ્યૂટી પ્રોડક્ટ્સ નહીં, પરંતુ અંદરથી જ તમારી દેખરેખ રાખવાની જરૂર છે. આ માટે કેટલાક ઘરેલું નુસખાઓ એવા હોય છે જે તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે. નેચરલ ગ્લોને કારણે તમારી ફોટોગ્રાફી પણ મસ્ત આવે છે. તો જાણો આ અસરકારક સ્કિન કેર ટિપ્સ વિશે. હોમમેડ બ્રાઇડલ ગ્લો ડ્રિંક તે છોકરીઓ માટે જરૂરી છે કે જેમને લગ્નમાં નેચરલ ગ્લો જોઈએ છે. આ ડ્રિંક શરીરને ડિટોક્સ કરીને સ્કિનને હાઇડ્રેટ કરે છે અને સાથે નેચરલ ચમક વધારવામાં મદદ કરે છે. તો જાણો આ વિશે વધુમાં.

આ ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ હુંફાળું પાણી, એક ચમચી મધ, અડધો લીંબુનો રસ, એક ચપટી હળદર, 5થી 6 પલાળેલાં કેસરનાં તાંતણા લો.

જાણો આ ડ્રિંક કેવી રીતે બનાવશો?

આ ડ્રિંક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ડ્રિંક બનાવવા માટે આ બધી વસ્તુઓને હુંફાળા પાણીમાં મિક્સ કરીને સવારમાં ખાલી પેટે પીઓ. આ ડ્રિંક અનેક ગુણોથી ભરપૂર હોય છે જેના કારણે સ્કિન પર મસ્ત ગ્લો આવે છે.

આમ, તમને જણાવી દઈએ કે આ ડ્રિંકમાં વિટામીન સી હોય છે જે કોલેજન પ્રોડક્શન વધારે છે. હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે ચહેરા પરનાં ખીલ અને સોજા દૂર કરે છે. મધ સ્કિનને મોઇસ્યુરાઇઝ કરવાનું કામ કરે છે. આ સાથે કેસર સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ ડ્રિંક ઓછામાં ઓછું 30 દિવસ સુધી નિયમિત પીઓ. આ સાથે તમે અઠવાડિયામાં 3થી 4 દિવસ નારિયેળ પાણી તેમજ ગાજર-બીટનો રસ એડ કરી શકો છો. આ લોહીને સાફ કરે છે અને સાથે સ્કિનનું રેડિએન્સ વધારે છે. આમ, આ સિવાય  તમે એક્સપર્ટની સલાહ પણ લઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *