‘નોકરી હોય તો કહેજો…’ ગુજરાન ચલાવવા મજબૂરીમાં રેપિડો રાઈડર બન્યો યુવક, ડિગ્રી જોઈ બધા થઈ ગયા સ્તબ્ધ

‘નોકરી હોય તો કહેજો…’ ગુજરાન ચલાવવા મજબૂરીમાં રેપિડો રાઈડર બન્યો યુવક, ડિગ્રી જોઈ બધા થઈ ગયા સ્તબ્ધ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Viral Information: તાજેતરમાં એક યુવતીએ ઓફીસથી ઘરે જવા માટે રેપિડો બૂક કરાવી હતી. રસ્તામાં રેપિડો ડ્રાઇવરે જ્યારે યુવતીને પોતાની ડિગ્રીઓ બતાવીને કોઈ જગ્યાએ નોકરી હોય તો વાત કરવાનું કહ્યું, તો યુવકની શૈક્ષણિક લાયકાત જોઈને તે ચોંકી ગઈ. તેણે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતા લોકો શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

વાઇરલ ન્યૂઝ (AI જનરેટેડ ઇમેજ)
વાઇરલ ન્યૂઝ (AI જનરેટેડ ઇમેજ)

Viral Information: ‘ભણીગણીને ડિગ્રી મેળવી લો એટલે લાઈફ સેટ થઈ જશે.’ આ વાક્ય આપણે બાળપણથી જ સાંભળી રહ્યા છીએ. પરંતુ શું ખરેખર ડિગ્રીઓથી સફળતાની ગેરંટી મળી જાય છે? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક રેપિડો રાઈડરની વાયરલ થયેલી કહાની જાણીને લોકો શિક્ષણ વ્યવસ્થા સામે વિવિધ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. એક યુવકે ગણિતમાં બેચલર અને માસ્ટર્સ કર્યું, પછી B.Ed ની ડિગ્રી મેળવી અને જીવનના 5-6 વર્ષ સરકારી નોકરી મેળવવાની તૈયારી વેડફી દીધા, છતાં પણ તે આજે રસ્તા પર બાઈક ટેક્સી ચલાવવા મજબૂર છે તેવો દાવો પોસ્ટમાં કરાયો છે.

શું હતી સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાક્ષી (@333maheshwariii) નામની એક યુવતીએ આ કિસ્સો શેર કર્યો છે. પોસ્ટમાં જે તસ્વીર શેર કરાઈ છે તે રાત કે સાંજના સમયે બાઇકની પાછળની સીટ પરથી ખેંચવામાં આવી હોય તેવી લાગી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, તેણે ઓફિસથી ઘરે પરત ફરતી વખતે તેણે રેપિડો બૂક કરી હતી. રસ્તામાં રાઈડરે અચાનક પૂછ્યું, ‘તમે શું કામ કરો છો?’ જ્યારે સાક્ષીએ કહ્યું કે તે જોબ કરે છે, ત્યારે તે શખ્સે પોતાની વ્યથા ઠાલવી. તેણે કહ્યું કે, તે ફક્ત પોતાની દરરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે કામ શોધી રહ્યો છે. તેણે સાક્ષીને વિનંતી કરી કે જો ક્યાંય નોકરી હોય તો તેને રેફર (ભલામણ) કરે.

ક્વોલિફિકેશન જાણીને યુવતી સ્તબ્ધ થઈ ગઈ

જ્યારે સાક્ષીએ તેની શૈક્ષણિક લાયકાત પૂછી, ત્યારે જવાબ સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ. રાઈડરે જણાવ્યું કે તેણે, ગણિતમાં બેચલર (B.Sc) અને માસ્ટર્સ (M.Sc) કર્યું છે. શિક્ષક બનવા માટે B.Ed ની ડિગ્રી પણ મેળવી છે. આ ઉપરાંત તેણે સરકારી શિક્ષક બનવા માટે 5 થી 6 વર્ષ સુધી પરીક્ષાની સખત તૈયારી પણ કરી હતી. જોકે, આટલું બધું કર્યા પછી પણ તે આજે રસ્તાઓ પર રેપિડો ચલાવવા માટે મજબૂર છે.

સાક્ષીએ આ બધું જાણીને ચોંકી ઉઠી. તેણે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો કે, ‘આપણે હંમેશા વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે, ધ્યાનથી ભણો, ડિગ્રીઓ લો, પરીક્ષાઓની તૈયારી કરો અને તમારી લાઇફ સેટ થઈ જશે. પરંતુ ત્યારે શું થાય છે જ્યારે કોઈ વ્યક્તિ બધું જ સાચું કરે, મહેનત કરે અને ડિગ્રી મેળવે, છતાં તેની પાસે સુરક્ષિત નોકરી ન હોય ત્યારે શું?’

ઈન્ટરનેટ પર છલકાયું બેરોજગારોનું દર્દ

આ પોસ્ટ વાઇરલ થતાં જ હજારો લોકો પણ પોતાની સ્ટોરી શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તેણે 16 કરોડનું ટર્નઓવર કરતી એજન્સી ચલાવી હતી, પણ આજે કામ ન હોવાથી તે ડિલિવરી બોય તરીકે કામ કરે છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર ‘ડિગ્રી વિરુદ્ધ સ્કિલ’ ની ચર્ચા પણ છેડાઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા માત્ર ડિગ્રીઓ આપે છે, માર્કેટની જરૂરિયાત મુજબની સ્કિલ્સ શીખવવામાં નિષ્ફળ રહી છે.

(નોંધ- આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટ અને દાવાના આધારે બનાવવામાં આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ પોસ્ટની પુષ્ટિ કરતું નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *