ભવનાથ તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં નેધરલેન્ડથી મહેમાનો પધાર્યા હતા. વિદેશથી પધારેલા ફ્લોઈન્સ અને પીટર નામના શિવભક્તોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે અમે લોકો ગઈકાલથી અહીં આવ્યા છીએ અને આ મેળા વિશે અમારી એક મિત્રએ અમને કહ્યું હતું. જો કે સંજોગો વસાત ત્યારે અમે આવી નહોંતા શક્યા પરંતુ હવે અમે રિટાયર્ડ થઈ ગયા છીએ એટલા માટે આ મેળાને માણવા માટે આવ્યા છીએ. સાથે જ ફ્લોઈન્સ નામની વિદેશી મહિલાએ એમ પણ કહ્યું કે અમને આ લ્હાલો મળ્યો અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ.
Source link
