નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL 2026ની તમામ મેચોને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર IPL 2026ની તમામ મેચોને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ આ સિઝનની કૂલ 7 મેચો રમાવાની છે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સની કૂલ 7 મેચો રમાશે. શહેર પોલીસ મેચના આ 7 દિવસે ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પ્રતિબંધોને લઈ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

ગુજરાત ટાઈટન્સ અને અને અન્ય ટીમો વચ્ચે ઇન્ડીયન પ્રીમીયર લીગ (IPL 2026) ની ક્રિકેટ મેચો ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે રમાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો જાહેરનામું જારી કરવામાં આવ્યું છે.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન વાળો માર્ગ

જનપથ ટીથીમોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

  1. તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે.
  2. કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર કૂલ મેચોની યાદી

  • તા.4/4/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રાજસ્થાન રોયલ્સ 
  •  તા.17/4/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s કોલકત્તા નાઇટ રાયડર્સ
  • તા.20/4/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s મુંબઇ ઇન્ડીયન્સ
  • તા.26/4/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઇ સુપર કિંગ્સ
  • તા.30/4/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
  • તા.3/5/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ 
  • તા.12/5/2026 ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝ હૈદરાબાદ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જારી કરવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *