Delhi Constructing Collapses : દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો બિલ્ડિંગના કાટમાળમાં દબાયેલા છે. અકસ્માત બાદ વિસ્તારમાં અરાજકતા મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે હાજર છે.
વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.
આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. તે ત્રણ માળની ઇમારત હતી અને તેમાં પીજી ચલાવવામાં આવતું હતું.
#WATCH | Delhi: A constructing has collapsed close to Satya Niketan in South-West Delhi. The hearth division acquired an alert round 1:30 PM. The rescue operation is underway. Extra particulars are awaited: Delhi police pic.twitter.com/lqq8qFIUfE
— ANI (@ANI) September 6, 2026
બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા કાટમાળનો ઢગલો બની ગઇ હતી. રાહત અને બચાવ ટીમો દ્વારા કાટમાળ સાવધાનીપૂર્વક હટાવી નીચે દટાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓનું ફોક્સ કાટમાળ નીચે દટાયેલા લોકોને જલ્દી થી જલદી શોધવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવાનો છે.
નોંધનિય છે કે, ચાલુ વર્ષે મે મહિનામાં દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન પાસે ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા હતા.
