કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને બસમાં ચઢી ગયા. આગળ જે બન્યું તે એવું હતું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. બસ કંડક્ટરે ખરેખર પરિવહન મંત્રીને બસમાંથી ઉતરવાનું કહ્યું.
મંત્રીએ બે કલાકના સમયગાળામાં બેંગલુરુમાં દસથી વધુ BMTC બસોમાં મુસાફરી કરી અને માસ્ક પહેરીને સેવાઓનું વ્યક્તિગત નિરીક્ષણ કર્યું. આ સમય દરમિયાન તેમણે એક બસમાં મુસાફરો માટે રોકવામાં નિષ્ફળ જવા બદલ ડ્રાઇવર અને કંડક્ટરને સસ્પેન્ડ કર્યા. બીજી બસમાં કંડક્ટરે તેમને છુટ્ટા પૈસા ન હોવાથી નીચે ઉતારી દીધા હતા.
100 રૂપિયાની નોટ જોઈ કંડક્ટર ભડક્યો
કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શહેરની પરિવહન સેવાઓની વાસ્તવિકતા સમજવા માટે હેબ્બલથી નાગાશેટ્ટીહલ્લી જતી BMTC બસમાં ચઢ્યા હતા. તેમણે કંડક્ટર પાસે બે ટિકિટ માંગી અને તેમને ₹100 ની નોટ આપી.
🚨 Karnataka transport minister boarded a BMTC bus from Hebbal to Nagashettihalli and requested two tickets.
He handed over a Rs 100 be aware to the conductor, who requested for actual change. When the minister replied he didn’t have any, the conductor confirmed his money bag, saying he too… pic.twitter.com/k5yag8dpIq
— Indian Tech & Infra (@IndianTechGuide) July 12, 2026
100 રૂપિયાની નોટ જોઈને કંડક્ટરે ખુલ્લા પૈસા માંગ્યા. મંત્રીએ કહ્યું કે તેમની પાસે પૈસા નથી ત્યારે કંડક્ટરે પોતાની રોકડની થેલી બતાવી અને કહ્યું કે તેમની પાસે પણ ખુલ્લા પૈસા નથી. પછી તેમણે મંત્રીને કહ્યું કે જો તેમની પાસે ખુલ્લાપૈસા ન હોય તો તેમણે બસમાંથી ઉતરી જવું જોઈએ.
મંત્રી શાંતિથી ઉતરી ગયા
બસ કંડક્ટરને ખ્યાલ નહોતો કે મુસાફર રાજ્યના પરિવહન મંત્રી છે. બાયરાથી સુરેશ પણ મોઢા પર માસ્ક પહેરેલા હતા. કંડક્ટર સાથે દલીલ કર્યા વિના મંત્રી શાંતિથી બસમાંથી ઉતરી ગયા.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પડ્યો 40,000 કરોડનો બોજ, હાઈકોર્ટ પહોંચ્યો વળતરનો વિવાદ
ઓટો-રિક્ષા ચાલકે ₹30 ને બદલે ₹36 માંગ્યા
મંત્રીએ જયમહલ, ટીવી ટાવર, આરટી નગર, સીબીઆઈ રોડ, હેબ્બલ, માન્યતા ટેક પાર્ક, નાગવારા, હેન્નુર, હેન્નુર બાંદે, બાયરાથી બાંદે અને ગેદ્દલહલ્લીને આવરી લેતા રૂટ પર સાંજે 7:10 થી 9:10 વાગ્યા સુધી મુસાફરી કરી. ત્યારબાદ મંત્રીએ નાગશેટ્ટીહલ્લીથી ઓટો-રિક્ષા પણ લીધી. ભાડા મીટરમાં ₹30 દેખાતા હોવા છતાં ડ્રાઇવરે ₹36 ની માંગણી કરી. પૂછપરછ કરવામાં આવી ત્યારે ડ્રાઇવરે જણાવ્યું હતું કે મીટરનું રિકૅલિબ્રેશન કરવાનું બાકી હતું. ત્યારબાદ મંત્રીએ તેને ₹40 ચૂકવ્યા.
