Final Up to date:
ટી20 વર્લ્ડ કપ 2026માં ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ ન્યૂઝીલેન્ડ બની છે. જેણે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.
ટી20 વર્લ્ડ કપ 2026માં ફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ ન્યૂઝીલેન્ડ બની છે. જેણે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જેમાં ન્યૂઝીલેન્ડે ફિન એલને તોફાની સદીના દમ પર 9 વિકેટથી આ મેચ જીતી લીધી છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી.
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ સેમિફાઈનલ બુધવારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 9 વિકેટથી મેચ જીતી અને ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ. જ્યાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ઉત્તરી ન્યૂઝીલેન્ડે 13મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.
ફિન એલને નોટઆઉટ તોફાની સદી ફટકારી હતી. સીફર્ટે પણ ફિફ્ટી ફટકારી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ફરી એક વાર આઈસીસી ખિતાબની નોકઆઉટ મેચમાંથી બહાર થઈ ગઈ. આ મહાજીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ 8 માર્ચના રોજ અમદાવાદમાં થનારી ફાઈનલ માટે ક્વાલિફાઈ કર્યું છે. તેમની મેચ ગુરુવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલની વિજેતા ટીમ સાથે થશે.
આવી રહી ન્યૂઝીલેન્ડ ટીમની બેટીંગ
170 રનના જવાબમાં રમવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરુઆત ખૂબ જ દમદાર રહી હતી. ટિમ સીફર્ટ અને ફિન એલને દમદાર શરુઆત અપાવી અને પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી. પહેલી વિકેટ 10મી ઓવરમાં પડી. પણ ત્યાં સુધીમાં ન્યૂઝીલેન્ડે મેચ પોતાના કબજામાં કરી લીધી હતી. ત્યાર પચી રચિન રવિન્દ્રે ઈનિંગ્સ સંભાળી અને તેણે એલનનો ખૂબ જ સારો સાથ આપ્યો.
Mar 04, 2026 10:01 PM IST

