ટીમ ‘કાંટા’ એ મારી બાજી, ‘લાફ્ટર શેફ્સ’ સિઝન 3નાં બન્યાં વિનર; ટ્રોફીની સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા

ટીમ ‘કાંટા’ એ મારી બાજી, ‘લાફ્ટર શેફ્સ’ સિઝન 3નાં બન્યાં વિનર; ટ્રોફીની સાથે ખુશીથી ઝૂમી ઉઠ્યા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

લાફ્ટર શેફ્સ સિઝન 3 શો સમાપ્ત થઈ ગયો છે. આ શોમાં ટીમ કાંટા વિનર થઈને ટ્રોફી પોતાનાં નામે કરી દીધી છે. કૃષ્ણા અભિષેકે એનાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રોફી સાથેની તસવીર શેર કરી છે.

Image Source: INSTAGRAM@KRUSHNA30
Picture Supply: INSTAGRAM@KRUSHNA30

લાફ્ટર શેફ્સ સિઝન 3 રવિવારનાં રોજ પૂરું થઈ ગયું છે. ટીમ કાંટા આ સિઝનનાં વિજેતા બનીને છવાઈ ગયા છે. ગ્રાન્ડ ફિનાલે રવિવારે પ્રસારિત થયો હતો અને ટીમ કાંટા બધાને હરાવીને વિનર બની ગઈ છે. સિઝનની સમાપ્તિ બહુ યાદગાર પળોની સાથે થઈ. ટીમ કાંટામાં કૃષ્ણા અભિષેક, કશ્મીરા શાહ, અભિષેક કુમાર, સમર્થ જુરેલ, અલી ગોની અને જન્નત ઝુબૈર શામેલ હતા, જેમણે પૂરી સિઝનમાં લોકોને કોમેડી, મસ્તી અને મનોરંજનનો તડકો લગાવ્યો છે. આખરે ટીમ વિનર થઈ અને લોકોનાં દિલમાં છવાઈ ગયા.

ટીમ છુરીને મળી નિરાશા

ટીમ છુરીમાં એલ્વિશ યાદવ, કરણ કુંદ્રા, તેજસ્વી પ્રકાશ, વિવિયન ડીસેના, ઇશા સિંહ, ગુરમીત ચૌધરી, દેબિના બેનર્જી અને ઇશા માલવિયા હતા, જેમણે સામેની ટીમને ટક્કર આપવા માટે અનેક પ્રયત્નો કર્યા છતાં સફળ રહ્યાં નહીં. જો કે આ લોકોએ પણ ફેન્સનાં દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ગ્રાન્ડ ફિનાલેનું પ્રસારણ કલર્સ ટીવી પર અને જિયો હોટસ્ટાર પર રાત્રે 9 વાગે સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં ભારતી સિંહ એનાં બીજા બાળકનાં જન્મ પછી ગ્રાન્ડ ફિનાલેનાં લાફ્ટર શેફ્સ સિઝન 3માં વાપસી કરી. 19 ડિસેમ્બરનાં રોજ ભારતી સિંહે બીજા બાળકને જન્મ આપ્યો હતો. જો કે થોડાં દિવસો પછી ભારતી પરત ફરી. કલર્સ ટીવીએ ટીમ કાંટાએ પુરસ્કારમાં કેટલી રકમ જીતી એ વિશે કોઈ ઘોષણા કરી નથી. મળતી માહિતી અનુસાર વિજેતા ટીમને સામાન્ય રીતે જીતવા પર મોટી રકમ મળતી હોય છે, પરંતુ આ વખતે રકમને લઈને કોઈ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.

ટીઆરપીનો કિંગ રહ્યો આ શો

આમ, તમને જણાવી દઈએ કે આ રિયાલિટી શો ટીવીની દુનિયામાં ખૂબ છવાઈ ગયો છે. છેલ્લાં કેટલાક મહિનાથી આ શોનો જલવો જોવા મળી રહ્યો છે. લોકોએ આ શોને ખૂબ પ્રેમ આપ્યો છે. આટલું જ નહીં શોની ટીઆરપી પણ શાનદાર રહી છે. અનેક અઠવાડિયા સુધી આ શો ટીઆરપીનાં લિસ્ટમાં 5મી જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શોની દમદાર કોમેડીએ લોકોનું દિલ જીતી લીધું છે. પહેલી સિઝનથી લઈને ત્રીજી સિઝન સુધી આ શોએ લોકોને ખૂબ હસાવ્યા છે. ફાઇનલી આ શો રવિવારનાં રોજ પૂરો થઈ ગયો છે અને ટીમ કાંટા વિનર થઈ છે.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *