ગેસનો બાટલો ફાટ્યો અને ઘરમાં લાગી આગ

ગેસનો બાટલો ફાટ્યો અને ઘરમાં લાગી આગ

વર્લ્ડ WORLD
Spread the love



મહુવા શહેરમાં લાતી બજાર પાસે એક ઘરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભારે અફરા-તફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ બાદ તરત જ આગ ભભૂકી ઉઠી અને આસપાસના વિસ્તારમાં ધુમાડો છવાયો હતો. મહત્વનું છે કે બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસમાં રહેલા 2-3 મકાનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રરસ્ત થતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અચાનક થયેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બ્લાસ્ટ અંગેનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ, સિલિન્ડરની ખામી અથવા બેદરકારીને કારણે આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *