ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના આગેવાને જ પુત્રના લગ્ન પ્રસંગે બંધારણ તોડ્યાનો વીડિયો વાયરલ

ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના આગેવાને જ પુત્રના લગ્ન પ્રસંગે બંધારણ તોડ્યાનો વીડિયો વાયરલ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે, જેમાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે VIP વ્યવસ્થાઓ સાથે બંધારણનો ઉલંઘન થયો. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા થઈ રહી છે.

હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું, વિડિઓ થયો વાયરલ
હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું, વિડિઓ થયો વાયરલ

પાટણ : હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનો વિડિઓ વાયરલ થયો છે. આ ઘટના સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં બની છે, જ્યાં પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલંઘન થયું છે. આ પ્રસંગે VIP રિસેપ્શન અને VIP ભોજનની વિશેષ વ્યવસ્થા કરી, VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડવામાં આવ્યું હતું.

લગ્ન પ્રસંગમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાની મર્યાદા હતી. એન્ટ્રી મારવાની પ્રથાનો પણ ઉલંઘન થયો. ઠાકોર સમાજના આગેવાનો વારંવાર બંધારણ તોડતા રહેતા હોવાથી સમાજમાં આ વિષય પર ચર્ચા વધી ગઈ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ બંધારણ માત્ર ગરીબ લોકો માટે જ છે અને આગેવાનો તેના પાલન કરતા નથી.

સોશિયલ મીડિયામાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને આ મુદ્દા પર પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે બંધારણ માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બનાવાયું છે. સામાન્ય લોકો માટેનું આ બંધારણ આગેવાનો માટે કેમ લાગુ નથી એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *