આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં પંથક શોકમાં ગરકાવ થયો છે. 73 વર્ષના ગોવિંદભાઈને હૃદયરોગનો હુમલો આવતાં આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેઓ જિંદગીની જંગ હારી ગયા હતા. ગોવિંદ પરમારના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા સાઈટ X પર PM એ લખ્યુ કે ગુજરાત વિધાનસભાના સભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના સમાચારથી દુઃખ થયું. સમાજલક્ષી કાર્યો પ્રત્યે તેઓ હંમેશા તત્પર અને સમર્પિત રહ્યા હતા. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને હાર્દિક સાંત્વના.
Source link
