Gujarat Climate Replace: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આખા ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનતા હવમાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી કરી છે. ત્યાં જ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અનુાસાર, રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં વરસાદી માહોલ જામશે. ત્યાં જ અંબાલાલ પટેલે આગામી દિવસોમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. આગામી અઠવાડિયે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તેમના અનુસાર, 28, 29 અને 30 તારીખે વેસ્ટ ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જે દરમિયાન પવનની ગતિ 35-40 કિલોમીટર પ્રતિકલાક સુધીની રહેવાની શક્યતાઓ છે. આ સિવાય કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, રાજકોટ, મોરબી તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂત મિત્રો પાક અથવા ઉત્પાદનોને સુરક્ષિત રાખવા આટલું જરૂર કરો
માર્ચના અંતમાં કમોસમી વરસાદ: હવામાન વિભાગ
બીજી બાજુ ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 26, 2026
ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ
ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. એ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
