ગાંધીનગર: બ્રિજ પરથી સાબરમતી નદીમાં ખાબકી રિક્ષા! ચાલકનું મોત

ગાંધીનગર: બ્રિજ પરથી સાબરમતી નદીમાં ખાબકી રિક્ષા! ચાલકનું મોત

બિઝનેસ BUSINESS
Spread the love



ગાંધીનગરની સાબરમતી નદીના બ્રિજ પર મોટી દુર્ઘટના બની છે. મોટા ચિલોડાથી ગાંધીનગર જતી એક ઓટો રિક્ષા સાબરમતી નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. બ્રિજના તૂટેલા કઠેડાથી સીધી નદીમાં ખાબકતા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિજ પર સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી કઠેડો તૂટેલી અને નબળી હાલતમાં હતો. ત્યારે આ સમયે એક રિક્ષાના ચાલકે કાબૂ ગુમાવતા રિક્ષા સીધી સાબરમતી નદીમાં પટકાઈ હતી. જોકે આ ઘટના અંગેની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ તથા પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરી હતી. આખરે આકરી જહેમતને અંતે ચાલકની લાશ મળી આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *