એક ડિશના 6000 રુપિયા, મહેમાનો માટે 80 રુમ બુક કર્યા: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં કરશે લગ્ન

એક ડિશના 6000 રુપિયા, મહેમાનો માટે 80 રુમ બુક કર્યા: ટીમ ઈન્ડિયાનો ખેલાડી કુલદીપ યાદવ મસૂરીમાં કરશે લગ્ન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે પોતાના જીવનની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. મેદાન પર પોતાની ફિરકીથી બેટ્સમેનોને ખો આપનારો બોલર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે.

News18
News18

નવી દિલ્હી: હાલમાં વર્લ્ડ કપ ખતમ થયો, જેમાં કુલદીપ યાદવ પણ ટીમમાં સામેલ હતો. જો કે હવે તેની જિંદગીનો નવો વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. કુલદીપ યાદવ હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. કાનપુરના રહેવાસી કુલદીપ યાદવે લગ્ન માટે મસૂરી પર પસંદગી ઉતારી છે, તો વળી લખનઉમાં પણ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ હવે પોતાના જીવનની નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. મેદાન પર પોતાની ફિરકીથી બેટ્સમેનોને ખો આપનારો બોલર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્નના બંધને બંધાશે. તેના લગ્ન ઉત્તરાખંડની સુંદર વાદીઓમાં વસેલા પહાડોની રાણી મસૂરીમાં થવા જઈ રહ્યા છે. જ્યાં ક્રિકેટ અને શાહી અંદાજનો શાનદાર સંગમ જોવા મળશે. આ ખાસ અવસર માટે મસૂરીની પ્રતિષ્ઠિત Savoy Lodge ને બુક કરી લીધી છે અને આખા પરિસરને ભવ્ય પરંપરાગત સજાવટથી સજાવવામાં આવશે.

13-14 માર્ચે લગ્ન થશે

જાણકારી અનુસાર, કુલદીપ યાદવ અને તેની મંગેતર વંશિકાના લગ્નની વિધિ 13 અને 14 માર્ચના રોજ પૂરી થશે. સમારંભને હિન્દુ પરંપરાઓ અને રીતિ રિવાજો અનુસાર આયોજિત કરવામાં આવશે. લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમ 13 માર્ચથી શરૂ થશે. આ દિવસે હલદી સેરેમની, અને મંગળ સ્નાન જેવી પરંપરાગત રસમો નિભાવવામાં આવશે. જેમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. વળી 14 માર્ચના રોજ મુખ્ય સમારંભ આયોજિત થશે, જ્યારે રાતના સમયે સાત ફેરા લઈ કુલદીપ અને વંશિકા વૈવાહિક બંધનમાં બંધાશે.

હોટલ અને મહેમાનો માટે ખાસ વ્યવસ્થા

આ શાહી લગ્ન માટે Savoy Hotelના લગભગ 80 રૂમ બુક કર્યા છે. આ ઉપરાંત મહેમાનોને રોકાવા માટે વ્યવસ્થા મેરિયટ હોટલ અને ફોર્ચ્યુન રિસોર્ટમાં પણ કરવામાં આવી છે. હોટલ પરિસરમાં ભવ્ય મંડપ, સંગીત સમારંભ અને અન્ય કાર્યક્રમો માટે ખાસ સજાવટ કરવામાં આવી છે. આયોજકોને આખો કાર્યક્રમ પરંપરાગત અને શાહી અંદાજમાં તૈયાર કરવાનો છે, જેથી આ લગ્ન યાદગાર બની શકે. કહેવાય છે કે આ સમારંભમાં લગભગ 200 ખાસ મહેમાનો સામેલ થઈ શકે છે.

મહેમાનો માણશે પહાડી વ્યંજનોનો સ્વાદ

કેમ કે લગ્ન ઉત્તરાખંડમાં થઈ રહ્યા છે, એટલા માટે મહેમાનો માટે મેનૂમાં પહાડી વ્યંજનોને ખાસ જગ્યા આપવામાં આવી છે. જાણકારી અનુસાર, એક પ્લેટ ખાવાની કિંમત લગભગ 6000 રૂપિયા રાખવામાં આવી છે. મેનૂમાં મડુવેની રોટલી, લાલ ભાત, ફાણું ચેંસૂ, કંડાલી સાગ, કુમાઉંની રાયતા, ભાંગની ચટણી અને ઝંગોરાની ખીર જેવા પરંપરાગત પહાડી વ્યંજનો સામેલ કર્યા છે. આ ઉપરાંત નાસ્તામાં ઈડલી-ઢોસા, છોલે ભટૂરે અને પૌઆ જેવા લોકપ્રિય વ્યંજનો પણ પીરસવામાં આવશે. લગ્નમાં સામેલ થનારા મહેમાનો માટે Jolly Grant Airportથી મસૂરી સુધી પહોંચવા માટે લક્ઝરી ગાડીઓની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી મહેમાનોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

લખનઉમાં થશે ભવ્ય રિસેપ્શન

મસૂરીમાં લગ્ન 17 માર્ચના રોજ લખનઉમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ક્રિકેટ, ફિલ્મ અને ઉદ્યોગ જગતની કેટલીય નામી હસ્તીઓ સામેલ થવાની સંભાવના છે. કુલ મળીને ક્રિકેટના મેદાન પર પોતાની બોલિંગથી ચર્ચામાં રહેતા કુલદીપ યાદવના લગ્ન પણ કોઈ શાહી સમારંભથી કમ નહીં હોય. પહાડોની સુંદર વાદીઓ, પરંપરાગત રસમ અને શાનદાર વ્યવસ્થાની વચ્ચે થનારા આ આયોજન ચોક્કસપણે લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *