Final Up to date:
આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ લાગતા 18 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ લાગતા 18 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, કાકીનાડા જિલ્લાના પેડ્ડાપુરમ વિસ્તારમાં સમાલકોટ મંડલના વેતલપલેમ ગામમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે. જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
आंध्र प्रदेश –
काकीनाड़ा जिले में पटाखा बनाने की फैक्ट्री में आग लगी, अभी तक 18 लोगों की मौ’त हुई। बचाव–राहत कार्य जारी है। pic.twitter.com/4iuVVTt5oC
— Sachin Gupta (@SachinGuptaUP) February 28, 2026
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આગ ઝડપથી ફેલાતા પહેલા જોરદાર બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા. હાલ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તો મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલ પોલીસ દુર્ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

