અમેરિકાના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

અમેરિકાના વિદેશ મંત્રીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી, વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Modi : પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક નવી દિલ્હીના સેવા તીર્થ ખાતે યોજાઈ હતી, જ્યાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે સકારાત્મક ચર્ચા થઇ હતી, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, સુરક્ષા અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્કો રુબિયોએ પીએમ મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે શનિવારે આ જાણકારી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોરે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ નજીકના ભવિષ્યમાં વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. રૂબિયોએ તેમની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા પછી આ નિવેદન આવ્યું છે.

પીએમ મોદી અને રુબિયો વચ્ચે શું ચર્ચા થઇ?

માર્કો રુબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો હતો. પીએમ મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને સંવાદ અને ફૂટનીતિના માધ્યમથી સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ રુબિયોને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી પોતાની શુભકામનાઓ પહોંચાડવાની અપીલ કરી અને કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેમની સાથે સતત વાતચીત અને ચર્ચાઓ કરવા આતુર છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આ બેઠકમાં હાજર હતા.

પીએમ મોદીએ શું કહ્યું

પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોનું સ્વાગત કરીને આનંદ થયો. અમે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે અમારી સુરક્ષા, વેપાર અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં યુએસ-ભારત સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ફળદાયી ચર્ચા થઈ. આ ક્ષેત્રો બંને દેશોને મજબૂત બનાવે છે અને સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પેસિફિક ક્ષેત્રને આગળ વધારવામાં મદદ કરે છે. ભારત અમેરિકા એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *