Final Up to date:
અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ પણ ખૂબ જ સુસંગત રહ્યું છે. ઈરાન જેવા કટ્ટરપંથી શાસન, જે ઈસ્લામી મિથકોમાં ઝકડાયેલા છે, પરમાણુ હથિયાર રાખી શકે નહીં.
વોશિંગટન: ઈરાન-અમેરિકા યુદ્ધના ત્રીજા દિવસે પણ વિનાશનો ખેલ ચાલી રહ્યો છે. ઈરાનની વિધ્વંસક મિસાઈલો સતત અમેરિકાના સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ બનાવી રહી છે. તેના કારણે ખાડી દેશોમાં હડકંપ મચેલો છે. આ અગાઉ અમેરિકાએ 907 કિલોના બોમ્બ ઈરાન પર ફોડ્યા અને તેની ટોપ લીડરશિપને ખતમ કરી દીધી. તેના જવાબમાં ઈરાને જે કહેર વર્તાવ્યો છે, તેની અસર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આખી દુનિયા પર થઈ રહી છે. જો કે અમેરિકી દૂતાવાસોને ટાર્ગેટ બનાવવાની શરૂઆત થઈ તો અમેરિકા ફરી એક વાર એક્શનમાં આવ્યું છે, તેમનું કહેવું છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ પણ ખૂબ જ સુસંગત રહ્યું છે. ઈરાન જેવા કટ્ટરપંથી શાસન, જે ઈસ્લામી મિથકોમાં ઝકડાયેલા છે, પરમાણુ હથિયાર રાખી શકે નહીં. જે શાસને અમેરિકા અને ઈઝરાયેલ મુર્દાબાદના નારા લગાવ્યા, અમે તેને ગિફ્ટમાં મોત આપી દીધું. હવે અમેરિકી નાગરિકોને કોઈ ગમે ત્યાં પણ ટચ કરશે, તેને ધરતીના કોઈ પણ ખૂણામાં જઈને અમે મારીશું અને તેમાં કોઈ બેમત નથી.
હેગસેથે કહ્યું કે, ઈરાનની હઠધર્મિતા અને સ્પષ્ટ પરમાણુ મહત્વાકાંક્ષાઓ, વૈશ્વિક સમુદ્રી માર્ગોને ટાર્ગેટ બનાવવાનો, બેલિસ્ટિક મિસાઈલો અને ઘાતક ડ્રોનનો વધતો જથ્થો હવે સહન કરવા યોગ્ય જોખમ નથી રહ્યું.
ઈરાન પોતાની પરમાણુ બ્લેકમેલની મહત્વાકાંક્ષાઓ માટે એક પરંપરાગત કવચ બનાવવા માટે શક્તિશાળી મિસાઈલો અને ડ્રોન બનાવી રહ્યા હતા. ઈરાને ખોટું બોલીને પરમાણુ બોમ્બ પ્રાપ્ત કરવાની કોશિશમાં અમારા માથા પર પરંપરાગત બંદૂક ધરી દીધી હતી.
રાષ્ટ્રપતિ ઓબામા અને તેમના ભયાનક કરાર અંતર્ગત આ લગભગ સફળ થઈ ગયું હતું. પણ આ રાષ્ટ્રપતિમાં એવું નથી. હવે ખબર પડી કે જે શાસને અમેરિકા મુર્દાબાદ અને ઈઝરાયેલ મુર્દાબાદના નારા લગાવ્યા હતા, તેને અમેરિકા અને ઈઝરાયેલ તરફથી મોતની ગિફ્ટ મળી.
તેમણે એવું પણ કહ્યું કે, આ તથાકથિત શાસન પરિવર્તન યુદ્ધ નથી, પણ શાસન નિશ્ચિત રીતે બદલાયું છે. અને દુનિયા માટે આ સારું છે.
અમેરિકી યુદ્ધ સચિવ પીટ હેગસેથે કહ્યું કે આજે પોતાની હતાશામાં, દુશ્મનનો અસલી ચહેરો સામે આવી ગયો છે. કેમ કે ઈરાની મિસાઈલો અને ડ્રોન અંધાધૂંધ રીતે પોતાના પાડોશીઓની હોટલો, હવાઈ અડ્ડા અને અપાર્ટમેન્ટો અને નાગરિકોના ઠેકાણા પર હુમલા કરી રહ્યા છે. દાયકાઓથી કાયરતાપૂર્ણ આતંકવાદી પેંતરા અજમાવનારા આ શાસનની આ કાયરતાપૂર્ણ આતંકવાદી રણનીતિ આજે પણ મોત અને વિનાશનું કારણ બની રહી છે.

