અમદાવાદની સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા! સરકારે આ બાબતને કેટલી ગંભરતાથી લીધી?

અમદાવાદની સરકારી શાળાના 360 બાળકોના હૃદય નબળા! સરકારે આ બાબતને કેટલી ગંભરતાથી લીધી?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદ જિલ્લાના 360 બાળકોના હૃદય નબળા હોવાની માહિતી વિધાનસભાના બજેટ સત્રમાં સામે આવી છે. 5,17,164 બાળકોની આરોગ્ય તપાસ બાદ 360 બાળકોને હ્રદય રોગની બિમારી જણાતા 191 બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરાઈ છે.

સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા
સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા

ગાંધીનગર: અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાંથી 360 બાળકોના હૃદય નબળા હોવાની તથ્ય હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સામે આવ્યું છે. ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય અંગે રજૂ કરવામાં આવેલા આંકડાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લાના લાખો વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી, જેમાં સેંકડો બાળકો ગંભીર બીમારીઓનો શિકાર હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ગૃહમાં વિગતે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સઘન રીતે ચલાવવામાં આવી રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લાના બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ કુલ 9 તાલુકાઓમાં 5,17,164 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો મુખ્ય હેતુ બાળકોમાં છુપાયેલી બીમારીઓને વહેલી તકે ઓળખી તેમને નિઃશુલ્ક સારવાર આપવાનો છે.

તપાસ દરમિયાન અનેક બાળકો ગંભીર હૃદયરોગથી પીડિત હોવાની ચિંતાજનક બાબત સામે આવી છે. ડેટા અનુસાર, કુલ 360 જેટલા બાળકોના હૃદય નબળા જણાયા હતા, જેમાંથી છેલ્લા એક વર્ષમાં 191 બાળકોની હૃદયરોગની સફળતાપૂર્વક સર્જરી કે સારવાર કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ દસક્રોઈ તાલુકાના 78 બાળકો હૃદયની ગંભીર સમસ્યાથી પીડાતા હોવાનું નોંધાયું છે. હૃદયરોગ ઉપરાંત કેન્સર, કિડની અને પેટની ગંભીર તકલીફો ધરાવતા બાળકો પણ આ તપાસમાં મળી આવ્યા હતા.

ગૃહમાં આરોગ્ય મંત્રીએ આપેલી માહિતીમાં વર્ષ 2025-26ના સમયગાળાના ડેટા પર નજર કરીએ તો, અંદાજે 5,285 બાળકોને પાંડુરોગ (Anemia), આંખની તકલીફ, ચામડીના રોગો, દાંતની સમસ્યાઓ અને કાન-નાક-ગળાની બીમારીઓ માટે સ્થળ પર અથવા નજીકના કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી છે. પાંડુરોગ જેવી સમસ્યાઓ ખાસ કરીને કિશોરવયની વિદ્યાર્થીનીઓમાં વધુ જોવા મળી હતી, જેના માટે આયર્ન ટેબ્લેટ્સ અને પોષણક્ષમ આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય તપાસ દરમિયાન જે બાળકોને અત્યાધુનિક કે ગંભીર સારવારની જરૂર જણાય છે, તેઓને સરકાર દ્વારા ઉચ્ચ કેન્દ્રો (Tertiary Care) પર રેફર કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં કુલ 30,295 બાળકોને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ બાળકોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન અને દવાઓ પૂરી પાડવામાં આવે છે.

આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે, ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સમયસર નિદાન મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ ટીમ સતત કાર્યરત છે. શાળા સ્તરે જ નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ થવાથી બાળકોમાં થતા અકાળ મૃત્યુના દરને ઘટાડી શકાયો છે. ખાસ કરીને હૃદય અને કિડની જેવી મોંઘી સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં મળી રહી છે, જે આ કાર્યક્રમની મોટી સફળતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *